પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શિકારપુર નજીક છપરા બિહાર હોટેલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી પસાર થઈ રહેલા ટ્રકને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો. આ ટ્રકની તપાસ કરવામાં આવતા ઉપર તાલપત્રી અને નીચે જૂના ફ્રીઝ નજરે પડયા હતા. આ જૂના ફ્રીઝ હટાવીને પોલીસે તપાસ કરતા તેમાંથી દારૂની પેટીઓ નીકળી હતી. જૂના ફ્રીઝની આડમાં કચ્છમાં દારૂ ઘુસાડનારા ટ્રકના ચાલક અને ક્લીનર એવા જમ્મુ કાશ્મીરના ગુરુદીપસિંઘ અંતરસિંઘ બસિઠ તથા યશપાલસિંઘ ઇસરસિંઘ બસિઠની પોલીસે ધરપકડ કરી હતી.
કચ્છના શિકારપુર પાસેથી પોલીસે 46,41,600ના વિદેશી દારૂ સાથે બેની ધરપકડ - KTC
કચ્છઃ જિલ્લાના પ્રવેશદ્વાર એવા સૂરજબારી નજીક શિકારપુર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પોલીસે એક ટ્રકમાંથી રૂપિયા 46,41,600ના દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.
foreign liquor
આ ટ્રકમાંથી 750 MLની બોટલ તથા 180 MLના ક્વાર્ટરિયાની કુલ 982 પેટીની કિંમત રૂપિયા 46,41,600નો વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા બંને શખ્સ પાસેથી દારૂ, ટ્રક, જૂના ફ્રીઝ વગેરે મળીને કુલ રૂપિયા 56,58,600નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ શખ્સોએ ક્યાંથી માલ ભર્યો હતો અને કચ્છમાં ક્યાં અને કેવી રીતે ઉતારવાનો હતો, તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.