ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજમાં ગાંજાના કેસમાં ફસાવવાની ધમકી આપી યુવાનને પોલીસે લુંટ્યો, મહિલા PSI ફરાર - gujartapolice

ભુજના મુન્દ્રા રોડ પર ચાર યુવકોને ગાંજાના ખોટા કેસમાં સંડોવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ 30 હજાર રૂપિયામાં તોડ કરવાના ઘટનામાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. જ્યારે તોડકાંડમાં મહિલા PSI અર્ચના રાવલ સંડોવણી બહાર આવી છે.

etv bharat
etv bharat

By

Published : Mar 9, 2020, 6:59 PM IST

કચ્છઃ જિલ્લાના ભુજમાં મુન્દ્રા રોડ પર ચાર યુવકો ફરવા માટે ગયા હતા. તે દરમિયાન સરકારી વાહનમાં પેટ્રોલિંગ કરતા મહિલા પોલીસકર્મી અને કોન્સ્ટેબલે કાર ચાલક યુવકોને અટકાવી તેમની કારમાં તપાસ કરતા કારમાંથી ગાંજો મળી આવ્યો છે તેવું કહી ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માંગ કરી હતી.

આ કેસના ફરિયાદી રોહન નીપાણીકર એટીએમ અને ગુગલપેથી ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં ૨૦,૦૦૦ રૂપિયા માટે પોલીસકર્મી દ્વારા વારંવાર માંગણી કરતા યુવકે બે પોલીસકર્મી સામે ભુજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી હતી.

ભૂજમાં ગાંજાના કેસમાં ફસાવવાની ધમકી આપી યુવાનને લુંટનારા પોલીસની અટકાયત

ભુજ બી ડીવીઝન પોલીસે બંને પોલીસકર્મી સામે ખંડણી, ધાકધમકી, એસીબીની કલમ હેઠળ ફરિયાદ નોધી હતી. પોલીસકર્મી સામે નોંધાયેલી ફરિયાદની તપાસ ભુજ DYSPને સોપવામાં આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલી મહિલા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હરી પુનશી ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI અર્ચના રાવલની સંડોવણી ખુલી છે. હાલ પોલીસે આરોપી કોન્સ્ટેબલ પાસેથી મુદામાલ રીકવર કર્યો છે.

સમગ્ર ઘટનાનું ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવા સહિતના મુદ્દાઓની તપાસ માટે આરોપી હરી ગઢવીને કૉર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જયારે મહિલા PSIની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details