- ભૂજના દેશલસર તળાવમાં (Deshalsar Lake) જળકુંભીનો અડીંગો
- સમગ્ર તળાવમાં પ્રસરી ગઈ ઝેરી વનસ્પતિ જળકુંભી (Poisonous plant Jalkumbhi)
- દેશલસર તળાવને (Deshalsar Lake) પ્રવાસન સ્થળ (Tourism Place) જાહેર કરવા વિપક્ષનો કટાક્ષ
કચ્છઃ ભૂજ નગરપાલિકા (Bhuj Municipality) દ્વારા દેશલસર તળાવ ખાતે (Deshalsar Lake) જળકુંભી કાઢવા મશીનરી ગોઠવીને કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી તળાવમાં ઝેરી વનસ્પતિ (Poisonous plant Jalkumbhi) ફેલાઈ ગઈ છે. અનેક વખત આ ઝેરી વનસ્પતિ દૂર કરવા લાખો રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ દેશલસર તળાવમાંથી (Deshalsar Lake) જળકુંભી નીકળતી જ નથી. આ અગાઉ પણ 8 લાખ રૂપિયાના ટેન્ડર મારફતે આ તળાવમાંથી જળકુંભી જડમૂળથી દૂર કરવાનું કાર્ય હાથ ધરાયું હતું, પરંતુ ફરીથી જળકુંભી સમગ્ર તળાવમાં ફેલાઈ ગઈ હતી.
નગરપાલિકાએ તળાવના બ્યૂટિફિકેશનનું કામ એક સંસ્થાને સોંપ્યું હતું
આ તળાવમાંથી જળકુંભી દૂર કરવા એન્વાયર્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા સંસ્થા (Environmentalist Foundation of India) દ્વારા 2 ઓક્ટોબરથી સાફસફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આગામી છએક મહિનામાં તળાવને સ્વચ્છ બનાવશે. તેવું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું હતું. ભૂજ નગરપાલિકા (Bhuj Municipality) દ્વારા ઉપરોકત સંસ્થાને દેશલસર તળાવની સફાઇનું કામ સોંપાયું હતું.
આગામી 6 માસમાં તળાવ સ્વચ્છ બનાવી નાખશે તેવી આશા વ્યકત થઈ
અગાઉ આ સંસ્થા દ્વારા તળાવની સફાઇ તેમ જ ગટરના પાણી આવતા અટકાવવા સહિતની કામગીરી નિ:શુલ્ક કરી આપવા ભુજ નગરપાલિકાને (Bhuj Municipality) દરખાસ્ત મોકલી હતી, પરંતુ યેનકેન કારણોસર તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહતી આવી. અત્યારે આ બાબતે ભૂજ નગરપાલિકાના (Bhuj Municipality) પ્રમુખ ઘનશ્યામ ઠકકર દ્વારા ઉપરોકત સંસ્થાનો સંપર્ક સાધતાં સંસ્થાના અગ્રણીઓએ ભૂજ આવી આ કામ કરવાની ઈચ્છા દર્શાવતાં નગરપાલિકા દ્વારા તેમને NOC અપાતાં 2 ઓક્ટોબરથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમ જ આગામી 6 માસમાં તળાવ સ્વચ્છ બનાવી નાખશે. તેવી આશા વ્યકત થઈ હતી.