કચ્છ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ સવારે ભુજ (PM Narendra Modi Will Visit Bhuj) આવી શકે છે અને ખાસ વિમાનમાં ભુજના હવાઇ મથકે આગમન કરશે. ભુજીયાની તળેટીમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનનું નિરીક્ષણ કરી ભૂકંપગ્રસ્તોની યાદમાં બનેલા આ અનોખા પ્રવાસન ધામનું અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ (PM Modi Will Inaugurate Various Monuments And Plant) કરશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એક બાજુ કલેકટર દ્વારા વહીવટી તંત્રની બેઠકો યોજાઇ રહી છે, ત્યારે બીજી બાજુ કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા પણ સમાંતર બેઠકો ચાલી રહી છે.
આ પણ વાંચોશું આમ ભણશે બાળકો? 100થી વધુ વિદ્યાર્થીઓ 10 કિમી ચાલીને પહોંચે છે શાળા
ભુજમાં વડાપ્રધાન કરશે વિવિધ લોકાર્પણવડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યા બાદ તેઓ કચ્છ યુનિવર્સિટીના સભા સ્થળે જશે. નર્મદાના પાણીનો મોડકુબા સુધી પ્રસ્થાન કરી કચ્છની નર્મદા યોજના સિંચાઈના પાણીની મહત્વકાંક્ષી યોજનાનો પણ પ્રારંભ કરાવશે. અંજારમાં વર્ષ 2001માં ભૂકંપમાં ખત્રી ચોકમાં પ્રજાસત્તાક દિવસની રેલી દરમિયાન 185 વિદ્યાર્થીઓ, 21 શિક્ષકો, બે પોલીસ જવાન અને ક્લાર્ક સહિતના લોકો કાટમાળ નીચે દબાઈ જઈ મૃત્યુ પામ્યા હતા તેમની યાદમાં નિર્માણ પામેલા વીર બાળભૂમિ સ્મારક તેમજ ચાંદરાણી પાસે સરહદ ડેરી દ્વારા નિર્માણ પામેલા 200 કરોડના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.