ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gift to Queen : પીએમ મોદીએ ડેનમાર્કની રાણીને જે આર્ટ પીસ ભેટમાં આપ્યું તેની કળાકારીગરી વિશે જાણો છો? - પીએમ મોદીની ભેટ

કચ્છની રોગાન આર્ટ દેશમાં (Kutchi Traditional Rogan Art ) પદ્મશ્રીથી સન્માનિત થઇ ચૂકેલી કળાનો ડંકો હવે વિદેશમાં પણ વાગ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi Gift to Queen) તાજેતરની ડેન્માર્ક મુલાકાત સમયે તેમણે ડેનમાર્કના રાણી માર્ગ્રેથ રોગાન આર્ટ પીસ ભેટમાં (PM Modi presents Rogan art piece to Queen of Denmark) આપ્યો છે.

PM Modi Gift to Queen : પીએમ મોદીએ ડેનમાર્કની રાણીને જે આર્ટ પીસ ભેટમાં આપ્યું તેની કળાકારીગરી વિશે જાણો છો?
PM Modi Gift to Queen : પીએમ મોદીએ ડેનમાર્કની રાણીને જે આર્ટ પીસ ભેટમાં આપ્યું તેની કળાકારીગરી વિશે જાણો છો?

By

Published : May 6, 2022, 3:55 PM IST

Updated : May 6, 2022, 4:23 PM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે જેમણે પોતાની કળા ગ્રામ્યસ્તરેથી વિશ્વસ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ (Kutchi Traditional Rogan Art ) વિશ્વસ્તરે પહોંચી છે. તાજેતરમાં જ કચ્છના રોગાન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આર્ટ પીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગ્રેથને ભેટ (PM Modi Gift to Queen) સ્વરૂપે આપ્યું છે. નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર(Cultural Heritage of Kutch Rogan Art ) કરવામાં આવે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે.અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટનો નમૂનો ભેટ આપ્યો હતો.

નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો વસે છે

ડેનમાર્કની રાણી માર્ગરેટને કચ્છી રોગાન આર્ટની કૃતિ ભેટ પીએમે આપી ભેટ - 3 દિવસના યુરોપ પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીએ (PM Modi Gift to Queen ) ડેનમાર્કની રાણી માર્ગરેટને કચ્છના રોગાન આર્ટની કૃતિ ભેટ (PM Modi presents Rogan art piece to Queen of Denmark) સ્વરૂપે આપ્યું હતું. ડેનમાર્કની રાણી માર્ગરેટે એમેલિયન બોર્ગ મહેલમાં સત્તાવાર રાત્રિભોજન કાર્યક્રમ યોજયો હતો. જેમાં વડાપ્રધાને રોગાનની કાપડની કૃતિ ભેટ આપી હતી. રાણી માર્ગ્રેથને ભેટમાં આપવામાં આવેલ રોગાન આર્ટની કૃતિ (Kutchi Traditional Rogan Art )રોગાન આર્ટિસ્ટ નેશનલ એવોર્ડ વિજેતા સુમાર ખત્રી અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રી (Padma Shri Abdul Ghafoor Khatri ) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

વસ્ત્રો પર પોતાની કળા કરતાં રોગાનકલામાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો - નખત્રાણા તાલુકાના નિરોણા ગામ રાજાશાહી જમાનામાં માત્ર અમુક જ જ્ઞાતિની મહિલાઓના પહેરવેશ પર જ જોવા મળતો છાપકામ (રોગાન) કસબ પાછળથી એ જ્ઞાતિઓમાં રોગાનકૃત વસ્ત્રોનું ચલણ બંધ થતાં કસબ પડી ભાંગ્યો હતો. તેમ છતાં આ કસબના કારીગરોએ મહામહેનતે તેને કલામાં રૂપાંતરિત કરી. તેમાં સમયની માંગ અનુરૂપ બદલાવની મહેનત આખરે રંગ લાવી અને આ કસબ (Kutchi Traditional Rogan Art )ભારે ફૂલ્યો ફાલ્યો. જ્યારે એ જ કલા સાથે સંકળાયેલો એક પરિવાર આ કલાને મૂકી દીધા બાદ છેલ્લા એક દાયકાથી પુન: પોતાના વારસાગત હસ્તકલાને હસ્તગત કરી પોતાની જૂની પેઢીઓના રાહે હવે વસ્ત્રો પર પોતાની કળા કરતાં રોગાનકલામાં એક નવો અધ્યાયનો ઉમેરો થયો છે.

પીએમ મોદીએ આપેલો રોગાન આર્ટ પીસ

આ પણ વાંચોઃ પીએમ મોદીએ ડેનમાર્કના વડાપ્રધાન સાથે થઇ ખાસ વાત, જેથી ભારતને થશે ભવિષ્યમાં ફાયદાઓ

જમાના સાથે કદમ મિલાવી વસ્ત્રો પર રોગાનના કલાત્મક રંગો છાંટી એક નવો ટ્રેન્ડ રોગાનકલામાં શરૂ કર્યો - રોગાન આર્ટ કે (Kutchi Traditional Rogan Art )જેમાં બારીકાઇથી કંડારવામાં આવેલી રોગાનની કૃતિઓ દેશમાં જ નહીં સાત સમંદર પાર પહોંચી છે. છેક અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી આ કલાના પગરણ થતાં રોગાનના રંગોથી ગોરા લોકો પ્રભાવિત થયા. એટલું જ નહીં આ પરિવારના સભ્યોએ વિક્રમરૂપ કલા પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યા છે. લુપ્ત થતી આ કળાને પુન: જીવંત કરવા અહીંના કારીગરોએ મનમાં ગાંઠ વાળી છે. એટલું જ નહીં પોતાના દાદાની કંડારેલી કેડીએ ચાલી સમયની માંગ મુજબ અબ્દુલગફૂર ખત્રી (Padma Shri Abdul Ghafoor Khatri ) અને તેમના પરિવારના 10 સભ્યોએ કાપડ પર રોગાનની અવનવી ડિઝાઇન તો કંડારે છે, સાથે ફેશનના જમાના સાથે કદમ મિલાવી મહિલા-પુરુષના વસ્ત્રો પર રોગાનના કલાત્મક રંગો છાંટી નવો ટ્રેન્ડ રોગાનકલામાં શરૂ કર્યો છે.

અગાઉ માત્ર કોટન કાપડ પર જ આ કળા સીમિત હતી - રોગાન આર્ટની આમ તો રોગાનની કૃતિઓ (Kutchi Traditional Rogan Art )અગાઉ માત્ર કોટન (સૂતરાઉ) કાપડ પર જ સીમિત હતી પરંતુ હવે રેશમ પર પણ રોગાન કલાના રંગો કામણ પાથરતાં ખાસ કરીને રેશ્મી રંગબેરંગી સાડીઓ, કુર્તા, દુપટ્ટા, બ્લાઉઝ, ચણિયાચોળી, હાથ રૂમાલ જેવા નારી વસ્ત્રોને કલાથી સુસજ્જ થઇ રહ્યા છે. તો વળી પુરુષોના વસ્ત્રો પર પણ રોગાનના રંગોથી રંગતા પહેલ કરી છે. હાલ ફેશન યુગમાં જીન્સ પેન્ટનો વહીવટ ખૂબ જ વધ્યો છે ત્યારે જીન્સ પેન્ટના બંને ઘૂંટણ ઉપરના ભાગ પર રોગાન કલાના ખાસ ઝુમખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

છેલ્લાં 40 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી કલાને જીવંત રાખી છે: અબ્દુલગફુર ખત્રી - અબ્દુલભાઇએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી કલાને જીવંત (Kutchi Traditional Rogan Art )રાખી છે. આ ચાર દાયકાની કલા ઉપાસનામાં અનેક કલા એવોર્ડ મેળવી કચ્છ, રાજ્ય અને દેશનું નામ કલાક્ષેત્રે રોશન કર્યું છે. ગૌરવપૂર્ણ પદ્મશ્રી સન્માનની જાણકારી મળ્યા બાદ ખૂબ જ આનંદિત આ કલાકારે (Padma Shri Abdul Ghafoor Khatri ) જણાવ્યું હતું કે સંઘર્ષ, વડીલોની દુવા, દેશવાસીઓ અને દુનિયાના કલાપ્રેમીઓનો પ્રેમ, ગામના સહયોગ થકી જ મારી કલાની કદર થઇ છે તેને લઇ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું, કારણ કે હું એક કચ્છી છું, કારણ કે કચ્છ માટે આ ગૌરવપ્રદ બાબત છે.

પીએમ મોદીએ ડેન્માર્તના રાણીને આપી કળાસભર ભેટ

આ પણ વાંચોઃ PM મોદીએ બર્લિનમાં ભારતીય સમુદાય વચ્ચે 'નવા ભારતની પ્રશંસા' કરી, કહ્યું...

રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત છે: પદ્મશ્રી એવોર્ડ વિજેતા- પર્સિયાની ચાર સદી જેટલી જૂની રોગાનકલાનો કમાલ કસબ આઠ પેઢીથી ટેરવે ટકાવી બેઠેલા નિરોણાના અબ્દુલગફુર ખત્રી (Padma Shri Abdul Ghafoor Khatri ) રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકયા છે. અબ્દુલભાઇ કચ્છમાં રોગાનકલાનો વારસો (Kutchi Traditional Rogan Art )ધબકતો રાખનાર આઠમી પેઢીના વારસ છે. રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત છે, તેવું પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી કહે છે. આ રોગાનકલાને સાચવી બેઠેલા કચ્છના એકમાત્ર કસબી કુટુંબના 10 કલાકાર સભ્યો 4 રાષ્ટ્રીય,3 MSC, 9 રાજ્યસ્તરના એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે.રોગાન આર્ટને સાચવી રાખવા માટે વર્ષ 2019માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

1985માં પુન: રોગાનકલાને જીવંત કરવામાં આવી હતી- ખત્રી સમુદાયના કસબીઓ સ્થાનિક પશુપાલકનાં વસ્ત્રો માટે (Kutchi Traditional Rogan Art )રોગાનકામ કરતા. પરંતુ સમય જતાં મશીનથી બનતાં વસ્ત્રો વધુ પરવડે તેવા વિકલ્પરૂપે મળી જવાથી ખત્રી યુવાનોને આ કલામાંથી રસ સાવ ઊડી ગયો હતો, પરંતુ અબ્દુલભાઇના પરિવારે 1985માં પુન: રોગાનકલાને જીવંત કરી હતી. બાર દિવસના અથાગ પરિશ્રમના અંતે વસ્ત્ર પર વૃક્ષને ઉપસાવતી અબ્દુલ ગફુર ખત્રીની (Padma Shri Abdul Ghafoor Khatri ) રોગાન કલાકૃતિથી પ્રભાવિત થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેનમૂન કલાકૃતિ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટમાં આપી હતી. તો આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી (PM Modi Gift to Queen ) માર્ગ્રેથને કચ્છી કસબીની આ કલાકૃતિ ભેટ સ્વરૂપે આપી હતી.

ઉપરાંત 2019 બાદ ગુજરાતમાં જે કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિ કે અન્ય VIP લોકો આવે છે ત્યારે અને જ્યારે પીએમ મોદી અન્ય દેશના પ્રવાસે જાય છે ત્યારે સન્માન તથા ભેટ સ્વરૂપે કચ્છની કલાકૃતિ (Kutchi Traditional Rogan Art ) આપવામાં આવે છે જે (PM Modi Gift to Queen) કચ્છ માટે ગૌરવની વાત છે.

Last Updated : May 6, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details