કચ્છ:કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને શિણાય ગામમાંથી નહેર પસાર કરવાનો પ્રશ્ન, જમીન સંપાદનના વિવિધ પ્રશ્નો, ફળાઉ ઝાડનો પ્રશ્ન, નેશનલ હાઇવે, રેલ્વે, ઓઇલ અને ગેસની પાઇપલાઈનોના ક્રોસિંગનો સમાવેશ થતો હતો.જે તમામ પ્રશ્નોનું સરકારે નિવારણ લાવીને મે-2022માં આ કેનાલનું કાર્ય પૂર્ણ કર્યું છે.
આ પણ વાંચોPM Modi Gujarat Visit જાણો શું છે વડાપ્રધાન મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ વિગતો
કચ્છ જિલ્લાના કેટલા ગામોને મળશે પીવાનું પાણી કચ્છ શાખા નહેરથી જિલ્લાના 182 ગામોને હેકટર 2,78,561 એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ શાખા નહેરના માધ્યમથી જિલ્લાના બધા જ 948 ગામો તેમજ બધા જ 10 નગરોમાં પીવાનું પાણી (PM Narendra Modi inaugurated the Kutch Bhuj Branch Canal) પુરૂ પાડવાનું આયોજન કરાયું છે. કચ્છ શાખા નહેર નર્મદા યોજના મુખ્ય નહેરની સાંકળ 385.814 કિ.મી બનાસકાંઠામાંથી નીકળે છે. કચ્છ શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિ.મી. છે. કચ્છ શાખા નહેર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 82.30 કિ.મી પસાર કરી કચ્છ જિલ્લામાં કચ્છના નાના રણના 10 કિ.મી. ઓળંગીને સાંકળ 94 કિ.મી.થી કચ્છની મુખ્ય ભૂમિ પર પ્રવેશ કરે છે. કચ્છના વિસ્તારોમાં આ કેનાલના પાણીથી ખાસ કરીને ખેતીમાં ફાયદો થશે.
ત્રણ પમ્પિંગ સ્ટેશન કરવામાં આવ્યા સ્થાપિત કચ્છની ભૌગોલિક વિષમ પરસ્થિતિ વચ્ચે છેવાડાના ગામ સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડવું ભગીરથ કાર્ય હતું. કચ્છની મુખ્ય ભૂમિમાં પ્રવેશવા માટે કચ્છ શાખા નહેરને કચ્છના રણને ઓળંગવું પડતું હોવાથી તે પણ એક પડકાર હતો. કચ્છનું રણ દરિયાની સપાટીએ આવેલ છે. જ્યારે કચ્છ શાખા નહેરનો પિયત વિસ્તાર ઉચ્ચ સ્તરે છે અને નહેરનું સ્તર જ્યાંથી તે નર્મદા મુખ્ય નહેર નજીકથી નીકળે છે તે પણ ઉચ્ચ સ્તરે છે. તેથી આ પડકારને પહોંચી વળવા માટે ત્રણ ધોધ આપવામાં આવ્યા છે. પાણી ઉપાડવા માટે ત્રણ પમ્પિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે.
23.1 મેગાવોટ પાવરનું ઉત્પાદન થશે તદુપરાંત પાણી ઉપાડવા માટે વપરાતી વીજળીની પુનઃપ્રાપ્તિ માટે ધોધના 3 સ્થળોએ વોટર કેનાલ બેડ પાવર હાઉસ સ્થાપિત કરવામાં આવ્યા છે. જે 23.1 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરશે. આમ કેનાલમાંથી પણ વીજળીનું ઉત્પાદન થઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ શાખા નહેર ઘુડખર અભયારણ્યની (Ghudakhar Sanctuary) વચ્ચે પસારથી કરે છે. કેનાલ માટે સક્ષમ સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવવી જરૂરી હતી. તદુપરાંત કેનાલની આ પહોંચમાં બાંધકામ માટે વધારાની કાળજી લેવામાં આવી છે. ઘુડખર માટે કેનાલને પાર કરવા માટે ખાસ રસ્તા/માર્ગો આપવામાં આવ્યા છે. આ હેતુ માટે પુલની ઉપરની સપાટીને આવરી લેવા માટે કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેનાલની બંને બાજુએ ફેન્સીંગ પણ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ ઘુડખર કેનાલમાં પડી ના જાય.
આ પણ વાંચોવડાપ્રધાન મોદી માતા હીરાબાને મળવા ગાંધીનગર પહોંચ્યા, આશીર્વાદ લીધા
માળખા કેનાલની લંબાઈમાં બાંધવામાં આવ્યા કચ્છ પ્રદેશ સપાટ વિસ્તાર નથી પણ એક દ્વીપકલ્પ છે. દક્ષિણમાં કચ્છના અખાત દ્વારા અને ઉત્તરમાં કચ્છના રણ દ્વારા ઘેરાયેલ છે. કચ્છની મુખ્ય ભૂમિમાં ઘણી બધી ટેકરીઓ અને ખીણો છે. તેને પાર કરવાની જરૂર હતી. આ હેતુ માટે ભૂપ્રદેશની જરૂરિયાત મુજબ વિવિધ વિશિષ્ટ બાંધકામો બનાવવામાં આવ્યા છે. 4.85 મી. X 4.85 મી.ના ક્રોસ સેક્શનના 3 નંગ બેરલ ધરાવતી લાંબી નહેર સાઇફનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આવા અન્ય ઘણા પ્રકારના વિવિધ માળખા કેનાલની સમગ્ર લંબાઈમાં બાંધવામાં આવ્યા છે.
ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરવું પડકારરૂપ કચ્છ બ્રાન્ચ કેનાલ રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. તે રાપર, ભચાઉ, અંજાર, આદિપુર, મુન્દ્રા અને માંડવી જેવા મોટા શહેરો નજીકથી પણ પસાર થાય છે. 2001ના ભૂકંપમાં મોટું નુકસાન થયું હતું અને મોટાપાયે જાનહાની થઈ હતી. નહેરના આ ભાગમાં ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરવું પડકારરૂપ હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ઇન-હાઉસ ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ડિઝાઇન તૈયાર કરીને આ પડકારને પણ હલ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં કચ્છ શાખા નહેરના બાંધકામ માટે અંજાર, ગાંધીધામ, માંડવી અને મુંદ્રા તાલુકામા આશરે 115 હેકટરનું જમીન સંપાદન બાકી હતું. જેના લીધે કચ્છ શાખા નહેરની 13.860 કિ.મીની લંબાઈમાં બાંધકામની કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો હતો. જોકે, સરકારે આ તમામ પ્રશ્નોનું નિવારણ લાવીને જમીન સંપાદનની કામગીરી 2 વર્ષમાં જ પૂર્ણ કરી હતી.
નહેરના લોકાર્પણથી કેટલા ગામોને મળશે પિયતનો લાભકચ્છ જિલ્લાના કુલ 1,12,778 હેકટર વિસ્તારમાં સિંચાઇ માટે પાણી આપવા કચ્છ શાખા નહેરની વહનક્ષમતા 120 ઘ.મી./સેકન્ડ રાખવામાં આવી છે. વધુમાં કચ્છ જિલ્લા માટે ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના સરપ્લસ, એક (1) મીલીયન ઘન ફુટ પાણી વહેવડાવવા માટે કચ્છ શાખા નહેરની વહનક્ષમતા ઉદગમ સ્થાને 120 ઘ.મી/સેકન્ડથી વધારી 220 ઘ.મી/સેકન્ડ કરવામાં આવી છે. કચ્છ શાખા નહેરની વહન ક્ષમતા કચ્છમાં જુદી જુદી જગ્યાએ સિંચાઈની જરૂરીયાત તેમજ વધારાના પાણીના વહન માટેની જરૂરીયાત મુજબ રાખવામાં આવેલ છે. કચ્છની પ્રગતિમાં આ કેનાલ પણ સહભાગી બનશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.