- આજે સમગ્ર વિશ્વમાં ફોટોગ્રાફી દિવસની ઉજવણી થઇ રહી છે
- ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા ફોટોવોકનું આયોજન કરાયું
- યુવાઓમાં પ્રાચીન વારસા જેવા સ્મારકો અને આપણી ઐતિહાસિક ધરોહરો અંગે જાગૃતિ આવે તેવો ઉદ્દેશ
કચ્છ: વિશ્વ ફોટોગ્રાફી દિવસ એવા લોકોને ભેગા કરે છે કે જેઓ ફોટોગ્રાફી માટે ઉત્સુકતા ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં આ કલા સ્વરૂપ વિશે જાગૃતિ પણ ફેલાવે છે. ફોટોગ્રાફી હંમેશા સ્ક્રીન પર ઇમેજ રજૂ કરવાની પ્રક્રિયા કરતાં ઘણી વધારે રહી છે.
આ પણ વાંચો- વિશ્વ ફોટોગ્રાફી ડે : જૂનાગઢના ફોટોગ્રાફરે સાચવ્યા છે 50 વર્ષ કરતાં પણ જૂના કેમેરાઓ
દર વર્ષે 19 ઑગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી થાય છે
વર્ષ 1837થી વિશ્વના તમામ ફોટોગ્રાફરો એક સાથે આવે અને ફોટોગ્રાફીની દુનિયામાં કંઈક કલાત્મક અભિગમ સાથે નવો બદલાવ થાય તેમજ ફોટોગ્રાફરો સતત બદલાતી ટેકનોલોજીનો સતત ઉપયોગ કરી ફોટોગ્રાફી કલાને જીવંત બનાવે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 19 ઑગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
9વર્ષના યુવા ફોટોગ્રાફરથી લઈને 65 વર્ષના ફોટોગ્રાફર આ ફોટોવોકમા જોડાયા
વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા ભુજના પ્રાગમહેલ પેલેસ ખાતે ફોટોવોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના ફોટોગ્રાફરો જોડાયા હતાં. 9 વર્ષના યુવા ફોટોગ્રાફરથી લઈને 65 વર્ષના ફોટોગ્રાફર આ ફોટોવોકમાં જોડાયા હતા. આ ફોટોવોકમાં કુલ 65 જેટલા ફોટોગ્રાફર જોડાયા હતા.
ટેકનોલોજીના યુગમાં ફોટોગ્રાફીના મહત્વથી અવગત કરાવવાનો ઉદ્દેશ્ય