ગુજરાત

gujarat

ETV Bharat / state

PGVCLનું કચ્છની નગરપાલિકાઓ પાસેથી 135 કરોડનું લેણું

31 માર્ચ 2021ને ધ્યાનમાં લઈને વિવિધ ડિપાર્ટમેન્ટની જેમ PGVCL(પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ) દ્વારા પણ વીજળી બીલના બાકી નાણાંની વસૂલાત અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કચ્છની 6 નગરપાલિકા અને જિલ્લાની સૌથી મોટી ગણાતી નખત્રાણા ગ્રામ પંચાયત મળીને સ્ટ્રીટલાઈટ તેમજ વોટર સપ્લાય વર્કના મળીને કુલ 204 કરોડ રૂપિયા જેટલી રકમ બાકી છે.

PGVCLનું કચ્છની નગરપાલિકાઓ પાસેથી 135 કરોડનું લેણું
PGVCLનું કચ્છની નગરપાલિકાઓ પાસેથી 135 કરોડનું લેણું

By

Published : Mar 16, 2021, 8:24 AM IST

Updated : Mar 16, 2021, 2:24 PM IST

  • સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર સપ્લાય વર્કના મળીને 204 કરોડ જેટલું લેણું
  • સૌથી વધુ ભચાઉ નગરપાલિકા પર 73.67 કરોડનું લેણું
  • નખત્રાણા ગ્રામ પંચાયત પર 23.28 લાખનું વીજ બિલ બાકી

કચ્છ: નાણાકીય વર્ષનો છેલ્લો માસ ચાલી રહ્યો છે. ત્યારે 31 માર્ચ સુધીમાં બાકી વીજ બીલની મહત્તમ વસૂલાત થાય તે માટે PGVCL વિભાગ દ્વારા નગરપાલિકા પાસેથી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. કચ્છની નગરપાલિકાઓના નામે વીજ બિલ પેટે મોટી રકમ બાકી છે. PGVCL દ્વારા વીજળી બીલના બાકી નાણાંની વસૂલાત અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

PGVCLનું કચ્છની નગરપાલિકાઓ પાસેથી 135 કરોડનું લેણું

આ પણ વાંચો:રાજકોટમાં PGVCL કર્મચારીનો વિરોધ, રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન

સૌથી વધુ ભચાઉ નગરપાલિકા પર લેણું

સૌથી વધુ ભચાઉ નગરપાલિકા પાસે 73.67 કરોડનું વીજ બિલ બાકી છે. જ્યારે ભુજ નગરપાલિકા પાસે 43 કરોડ, માંડવી નગરપાલિકા પાસે 7 કરોડ, અંજાર નગરપાલિકા પર 40 કરોડ, રાપર નગરપાલિકા પાસે 16.5 કરોડનું વીજ બિલ બાકી છે. જ્યારે સૌથી ઓછું ગાંધીધામ નગરપાલિકા પર 50 હજારનું વીજ બિલ બાકી છે. નખત્રાણા ગ્રામ પંચાયત પાસે સ્ટ્રીટ લાઈટનું 23.28 લાખ બિલ બાકી છે.

આ પણ વાંચો:પોરબંદર: આદિત્યાણા ગામમાં વીજ ધાંધિયાને લઇને PGCVL કચેરીમાં ઉગ્ર રજૂઆત

Last Updated : Mar 16, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details