ગરમીના પ્રકોપમાં ઠંડક મેળવવા લોકોએ લીધો વોટરપાર્ક નો સહારો કચ્છ: ગરમી આવતાની સાથે લોકો ફરવા નિકળી પડતા હોય છે. ખાસ કરીને લોકો વોટરપાર્કની મુલાકાત લેતા હોય છે.ત્યારે કચ્છમાં આવેલા વોટરપાર્કમાં લોકો મુલાકાત લઇ રહ્યા છે. રેગીસ્તાનમાં જઇને વોટરપાર્કની મજા લોકો લઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. વૈશાખની કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવવા માટે વોટરપાર્કનો સહારો લઇ રહ્યા છે. ડીજેના તાલે પાણીમાં ગરબા પણ રમી રહ્યા છે.
1500 થી 2000 લોકો: કચ્છના આશાપુરા વોટરપાર્ક ખાતે દરરોજના 1500 થી 2000 લોકો ગરમીથી રાહત મેળવવા આવી રહ્યા છે. સવારના 10થી સાંજના 5:30 વાગ્યા સુધી લોકો પાણીમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. વોટરપાર્કની સગવડો ભુજ થી 30 કિલોમીટર દૂર સાપેડા પાસે કચ્છનું સૌથી મોટું વોટરપાર્ક આવેલું છે. 12 એકરમાં આ વોટરપાર્ક ફેલાયેલું છે. આ વોટર પાર્કમાં 22 જેટલી જુદી જુદી નાની મોટી રાઈડ આવેલી છે. વોટર પાર્કમાં લોકર રૂમ, ડ્રેસ કોસ્ટ્યુમ, મોટો ચેન્જીંગ રૂમ,રહેવાનું , જમવાનું , ફાસ્ટ ફૂડ, જનરલ મેડિકલ ટ્રીટમેન્ટ, સિક્યોરિટી, બેબી ફીડિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
અવનવી રાઈડની મજા: લોકો માણે કે 22 જેટલી રાઈડ ઉનાળાના ધોમધખતા તડકાથી બચવા લોકો સ્વિમિંગ પુલ, વોટર પાર્ક તેમજ દરિયા કિનારે જતાં હોય છે. ખાસ તો વોટર પાર્કની અવનવી રાઈડની મજા માણતા હોય છે. ત્યારે આશાપુરા વોટર પાર્કમાં 22 પ્રકારની રાઈડ રાખવામાં આવી છે. જેમાં અહીં એક્વા ફાબુલા, બોડી સ્લાઇડર, ઓપન ફ્લોટ સ્લાઇડર, ટનલ ફ્લોટ સ્લાઇડર, , ઝોમ્બી સ્લાઇડ, ઝૂમર સ્લાઇડર, એક્વા સ્લાઇડર, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટર પાર્ક, શેલ રાઇડ, પર્લ રાઇડ, ટ્યુબ રાઇડ, રેઇન ડાન્સ વગેરે જેવી રાઈડ અહીઁ ઊભી કરવામાં આવી છે.
"ગરમીના કારણે દિવસેને દિવસે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં દરરોજ 2000 થી 3000 લોકો વોટરપાર્ક માં આવી રહ્યાં છે. સહેલાણીઓ વોટર પાર્કમાં ઊભા કરેલા 10 જેટલા સેલ્ફી પોઇન્ટ પર ફોટો કિલક કરાવે છે.આ ઉપરાંત અહીં આવેલ વેવ પુલમાં એક સાથે 1500 થી 2000 લોકો એક સાથે આનંદ માણી શકે છે. જ્યાં ડીજે દ્વારા ગીતો પણ વગાડવામાં આવે છે. તો રેઇન ડાન્સમાં 300થી 400 લોકો એક સાથે આનંદ માણી શકે છે." સારંગ કાપડી (વોટરપાર્કના સંચાલક)
લોકોની સંખ્યાની માત્રા:વોટરપાર્કના સંચાલકએ જણાવ્યા અનુસાર દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવી રહ્યા છે. લોકોની સંખ્યાની માત્રાને ધ્યાનમાં રાખીને નવી નવી રાઇડસ શરૂ કરવામાં આવી રહી છે. લોકોના ઉત્સાહમાં વધારો થાય તે માટે તમામ સારા અને અનોખા આયોજન કરવામાં આવી રહ્યા છે. આવનારા સમયમાં હજુ પણ લોકો અમારા પાર્કની મુલાકાત લે એવી આશા રાખીએ છીએ.
- Kutch News: આ સમાજના લોકો કરે છે વર્ષમાં એક જ દિવસે લગ્ન, આજે 944 નવયુગલના લગ્ન યોજાયા
- Kutch News: ચામડી દઝાડતી ગરમીમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવી રાખવું, જાણો
- Kutch News: "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર”, ટીવી-મોબાઈલ વગર કેમ જીવવું એના પાઠ શીખે છે બાળકો