- કચ્છના છેવાડાના ગામડાઓમાં લોકો પાણીની સમસ્યાથી છે પરેશાન
- લોકોને પશુના વાડામાંથી દૂષિત પાણી પીવાનો વારો આવ્યો
- માલધારી વર્ગ જીવન અને પશુધન બચાવવા વલખાં મારી રહ્યો છે
કચ્છઃજિલ્લાના છેવાડાનો વિસ્તાર એટલે બન્ની, આમ તો બન્ની પશુધન માટે વિખ્યાત છે, માનવીઓ કરતા અહીં ગાય અને ભેંસની સંખ્યા ઘણી વધારે છે પરંતુ અહીંના લોકોની કમનસીબી કહો કે પછી સરકારની નિષ્ફળતા ચૂંટણી પૂર્વે પ્રચાર તો થાય છે પરંતુ અહીંના લોકોની પાણીની સમસ્યા દૂર થતી નથી.
આ પણ વાંચોઃ ખેડામાં ભર ઉનાળે પીવાના પાણી માટે લોકો વેઠી રહ્યા છે મુશ્કેલી
લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે
માલધારી વર્ગ જીવન અને પશુધન બચાવવા માટે પાણી માટે વલખા મારી રહ્યો છે, દિનપ્રતિદિન સ્થિતિ બદતર થતી ગઈ છે, એક તરફ સરકાર સુવિધા આપવાનો દાવો કરી રહી છે પરંતુ કચ્છના છેવાડાના એવા બન્ની પંથકના રહેવાસી પાણી માટે પરેશાન થઇ રહ્યા છે. અહીંની મહિલાઓ બે બેડા પાણી માટે કલાકો તડકામાં હેરાન થઈ રહી છે.
કચ્છનાં છેવાડાના બન્ની વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન દિનપ્રતિદિન સ્થિતિ બદતર થતાં લોકો હિજરત કરી રહ્યા છે
જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે. સૌથી મોટી સુવિધા જીવન જરૂરી પાણીની હોવી જોઈએ પરંતુ અહીંના લોકોને પાણી નથી મળતું. ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે ત્યારે ઉનાળામાં તો સ્થિતિ બદતર થઈ રહી છે.
આ પણ વાંચોઃ કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી કોરેટી ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
લોકો પશુના અવાડામાથી દૂષિત પાણી પી રહ્યા છે
લોકોને પશુના અવાડામાથી દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. બન્ની વિસ્તારના પશુ અને માનવિઓ પાણી માટે લાચાર છે. તેઓ સરકારની વિવિધ યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. નેતાઓ અહીં મત માંગવા આવે છે અને ફોટો પડાવી ચાલ્યા જાય છે. વિકાસશીલ વાઇબ્રન્ટ ગુજરાત સહિતના ચૂંટણીઓમાં વાયદા કરે છે પરંતુ પાણીની સમસ્યા દૂર થતી નથી તેમ સ્થાનિક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
પાણીની ચોરી
લોકોને પાણી ન મળવા પાછળ બીજું કારણ એ છે કે અહીં પાણીની લાઇનો છે પરંતુ ભુજથી ભીરન્ડિયારા થઈ નાની દધ્ધર ગામે પાણી પહોંચે છે. પણ રસ્તામાં 10થી 12 સ્થળોએ પાણીની મુખ્ય લાઈનમાંથી વાલ્વ ખોલી, પાણી ચોરી કરીને છેવાડા સુધી પાણી પહોંચવા દેવાતું નથી.