- ગણેશોત્સવની ઉજવણીમાં લોકોએ કર્યું કોરોના ગાઈડલાઈનનો ભંગ
- અનેક લોકો માસ્ક વગર ગણેશજીની મૂર્તિની ખરીદી કરતા જોવા મળ્યાં
- વહીવટી તંત્રએ કોરોના સંક્રમણ અટકાવવા પગલાં ભરવા જોઇએ
કચ્છ: ગણેશોત્સવ પર્વ નજીક આવતા દુંદાળા દેવની મૂર્તિઓ માટે ભાવિકોનો મેળો અત્યારે વિવિધ સ્થળે જોવા મળી રહ્યો છે. મૂર્તિ માટેના બુકિંગ અને વિનાયક દાદાને ઘરે લઈ જવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જે મહામારી પછીના સમયગાળામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જરાય ઓછી નથી થઈ હોવાની પ્રતીતિ કરાવી રહી છે પરંતુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પણ જરૂરી છે.
ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો
ગુરુવારે ગણેશજીની મૂર્તિ ખરીદવાનો અંતિમ દિવસ છે, આજે ETV Bharat એ ભુજમાં જ્યાં ગણેશજીની મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે તે જગ્યાની મુલાકાત લીધી હતી અને રિયાલિટી ચેક કર્યું હતું કે, કોરોનાની ગાઇડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે નહીં. આજે ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો પરંતુ આ પર્વની ઉજવણીમાં લોકો કોરોના ગાઈડલાઈન ભૂલી રહ્યા છે. કેટલાક લોકોએ તો માસ્ક પણ નહોતું પહેર્યું તો કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરી રહ્યાં ન હતા.