ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં આજથી ચાર દિવસ સુધી લોકોને નહીં મળે નર્મદાનું પાણી

કચ્છ જિલ્લામાં નર્મદાની પાઈપલાઈન અને પંપીગ મશીનરીનું સમારકામ શરૂ કરાયું હોવાથી જિલ્લાના લોકોને 22થી 25 જાન્યુઆરી સુધી નર્મદાનું પાણી મળશે નહી.

Kutch
Kutch

By

Published : Jan 22, 2020, 1:41 PM IST


ભુજઃ કચ્છમાં નર્મદાની પાઈપલાઈન અને પંપીગ મશીનરીનું સમારકામ શરૂ કરાયું છે. જેને પગલે કચ્છ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી લોકોને નર્મદાનું પીવાનું પાણી નહી મળી શકે. તેથી તંત્રએ લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

કચ્છમાં આજથી ચાર દિવસ સુધી લોકોને નહી મળે નર્મદાનું પાણી
કચ્છ જિલ્લામાં આજથી વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વારા ઢાંકી તેમજ વરસામેડી ખાતે પાણી યોજનાના પંપીગ મશીનરીના મરામત કામ માટે શટડાઉન લેવામાં આવ્યું છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં 22થી 25 જાન્યુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે. તંત્ર દ્વારા લોકોને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સ્થાનિક સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરી પાણી પુરવઠો મેળવવાનું જણાવ્યું છે. તેમજ પીવાના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. તંત્રએ જણાવ્યું છે કે, પંપીગ સ્ટેશનના મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત કચ્છ જિલ્લાને નર્મદાનું પાણી રાબેતા મુજબ પુરૂં પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details