- કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ (Rain) પડ્યો
- વરસાદ (Rain) સાથે ભૂકંપ (Earthquake)નો આંચકો પણ નોંધાયો
- વાતાવરણ ઠંડકમય બન્યું
કચ્છ: ગુરુવારે પૂર્વ કચ્છ બાદ આજે શુક્રવારે ભુજમાં વરસાદ (Rain) શરૂ થયો છે. ભુજમાં અસહ્ય બફારો બાદ આજે વરસાદ (Rain) શરૂ થતાં વાતાવરણ ઠંડકમય બન્યું હતું અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં પણ ચાલુ વર્ષે સારા વરસાદ (Rain)ને લઈને આશાની મીટ બંધાઈ છે.
કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભૂકંપના આંચકા આ પણ વાંચો : ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ભુજ તથા નખત્રાણા તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ (Rain) વરસ્યો
વરસાદ (Rain) પડતાં ભુજ શહેરમાં પાણી વહી નીકળ્યા, ગ્રામ વિસ્તારમાં કોટડા ચકાર અને વાડી વિસ્તારમાં પણ વરસાદી પાણી વહી નીકળ્યા હતા. બીજી બાજુ નખત્રાણાના જિયાપર, મંગવાના, વડવાકાંયા, આનંદપર-યક્ષ, વિથોણ, વંગ ડાડોર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો :Bhavnagar Rain Update: સતત બીજા દિવસે આશરે એક ઇંચ વરસાદ સાથે વરસાદી માહોલ યથાવત
વરસાદી માહોલ વચ્ચે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake)નો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 km દૂર નોંધાયું હતું. વરસાદી માહોલ વચ્ચે ભૂકંપ (Earthquake)ના આંચકાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છ અવારનવાર ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાય છે.