ગુજરાત

gujarat

ભુજમાં 45 વર્ષથી વધુ વયના લોકોને નિ:શૂલ્ક કોરોનાની રસી આપવામાં આવશે

By

Published : Apr 1, 2021, 7:53 PM IST

ભુજમાં આજે ગુરુવારથી ભારત સરકારના નિયમ મુજબ 45 વર્ષથી વધારે વય ધરાવતા લોકોને નિ:શૂલ્ક કોરોનાની રસી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ લોકો રસીનો લાભ લે અને ભારત સરકારની કોરોનાની રસીમાં શ્રધ્ધા રાખીને જરૂરથી વેક્સીનેશન કરાવે તેવી અપીલ કરવામાં આવી હતી.

ભુજ
ભુજ

  • ભારત સરકારમાં વિશ્વાસ રાખીને રસી લેવા કરાઈ અપીલ
  • ભારત સરકારની કોરોનાની રસી પર તામમ નાગરિકોએ વિશ્વાસ રાખવો જોઈએ
  • દેશના તમામ નાગરિકો રસી લેવા આગળ આવે તેવી અપીલ

ભુજ:દેશમાં સતત કોરોના કહેર વધી રહ્યો છે, ત્યારે ભારત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે સર્વશ્રેષ્ઠ રસીની શોધ કરવામાં આવી છે, જેની માગ વિશ્વભરમાં છે અને તમામ લોકોએ ભારત સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના રસી પર વિશ્વાસ રાખવો જોઈએ.

ભુજમાં નિ:શૂલ્ક કોરોનાની રસી આપવામાં આવશે

સરકાર દ્વારા વિવિધ તબક્કાઓમાં રસી આપાઇ ચૂકી છેસરકાર દ્વારા 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી હતી, ત્યાર બાદ 45થી 59 વર્ષની વયના ગંભીર બીમારી વાળા લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી અને આજથી એટલે કે, 1લી એપ્રિલથી 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને નિ:શૂલ્ક કોરોના રસી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ભુજમાં મીડિયા કર્મીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

ભુજમાં 45 વર્ષથી વધુ વયના લોકોને નિ:શૂલ્ક કોરોના રસી આપવામાં આવી

આજે કચ્છ કલેકટર, વહીવટી તંત્ર, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ની ઉમેદનગર ખાતે આવેલ શાળા નંબર 10 માં 45 વર્ષથી વધુ વયના ધરાવતા લોકોને નિ:શૂલ્ક કોરોના રસી આપવામાં આવી હતી. રસી લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે આધાર કાર્ડની માહિતી લેવામાં આવી હતી અને રસી લીધા બાદ 30 મિનિટ માટે નિરીક્ષણ ખંડમાં બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રથમ ડોઝ લીધા બાદ 45 દિવસ બાદ બીજો ડોઝ લેવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:મહીસાગર જિલ્લો કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો

શાળાના શિક્ષકોએ કોરોનાની રસી લેવા માટે અપીલ કરી હતી

ભુજની શેઠ વી ડી હાઇસ્કૂલના શિક્ષક અજીતભાઈ ભાનુશાલીએ Etv Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા આપવામાં આવતી રસીની માગ અન્ય દેશો દ્વારા પણ કરવામાં આવી રહી છે ત્યારે આપણે સૌ રસી પર વિશ્વાસ રાખવો જોઈએ અને રસીકરણ નો લાભ લેવો જોઈએ.ભુજની શેઠ વી ડી હાઇસ્કૂલના શિક્ષક નરેન્દ્રસિંહ ઝાલાએ પણ Etv Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે પૂરા વિશ્વમાંથી કોરોમણની મહામારી નાબૂદ થાય તે અર્થે તમામ લોકોએ ચોક્કસપણે કોવીડ વેક્સિનેશન કરાવે અને કોરોના ને માત આપે.

ABOUT THE AUTHOR

...view details