ગુજરાત

gujarat

ETV Bharat / state

BSF દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ, માછીમારો નાસી છૂટવામાં સફળ - Pakistani Fishermen in Kutch

કચ્છમાંથી સીમા સુરક્ષા દળ દ્વારા હરામીનાળાના વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટોને (Pakistani Boat in Kutch) ઝડપી લીધી હતી. પાકિસ્તાની માછીમારોની (Pakistani Fishermen in Kutch) નાસી ગયા હતા. જપ્ત કરાયેલા બોટની સઘન તપાસ કરવામાં આવી પરંતું બોટમાથી કોઈ વસ્તું મળી ન હતી. હજી પણ BSF ટીમનું સર્ચ ઓપરેશન(BSF Team Search Operation) ચાલું છે

Etv BharatBSF દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ, માછીમારો નાસી છૂટવામાં સફળ
Etv BharatBSF દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ, માછીમારો નાસી છૂટવામાં સફળ

By

Published : Aug 4, 2022, 9:52 PM IST

કચ્છ:સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના(Kutch Border Security Force) હરામીનાળાના વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 2 પાકિસ્તાની બોટ જપ્ત(Pakistani boat seized from Haraminala area) કરવામાં આવી છે. જોકે, માછીમારો બોટ છોડીને ભાગી ગયા હતા. BSFની પેટ્રોલિંગ ટીમ દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી લેવાઈ હતી.

આ પણ વાંચો:Pakistani Fishermen in Bhuj : BSFએ પાકિસ્તાની માછીમારોને ચટાડી ધૂળ

2 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી - આજે સવારે BSF ભુજની પેટ્રોલિંગ ટીમે(Patrolling team of BSF Bhuj) હરામીનાળા વિસ્તારમાં 2 પાકિસ્તાની ફિશિંગ બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન હરામીનાળા વિસ્તારમાંથી(Kutch Haraminala area) 2 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી. જોકે, BSFની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈ માછીમારો બોટ છોડીને ભાગી ગયા હતા. માછીમારોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન(BSF Team Search Operation) ચાલી રહ્યું છે. આ પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેક વાર ભારતની સીમામાં આવી જતા હોય છે.

આ પણ વાંચો:Pakistani Boat in Kutch: કચ્છમાં BSFને જોઈને પાકિસ્તાની માછીમારો કઈ રીતે ઊંધી પૂંછડીએ ભાગ્યા

બોટમાંથી કોઈ વસ્તું શંકાસ્પદ મળી નથી - જપ્ત કરાયેલા બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં BSFના જવાનો દ્વારા હજુ પણ સઘન શોધખોળ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details