ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જતા કન્ટેનરમાં મિસાઈલના પાર્ટ્સ મળી આવ્યાં - kutch

મુન્દ્રા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક કન્ટેનરમાંથી મિસાઈલના પાર્ટ્સ મળી આવ્યાં હતા. જેથી મુન્દ્રા પોર્ટ પર હડકંપ મચી ગયો હતો.

Missile news
Missile news

By

Published : Mar 31, 2021, 8:23 AM IST

Updated : Mar 31, 2021, 9:26 AM IST

  • મુન્દ્રા પોર્ટ પર એક કન્ટેનરમાંથી મિસાઈલના પાર્ટ્સ મળી આવ્યાં
  • કન્સાઈમેન્ટની તપાસમાં એક કન્ટેનરમાંથી શંકાસ્પદ કાર્ગો મળી આવ્યો
  • અન્ય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાશે
  • ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક કન્ટેનરમાંથી પાર્ટ્સ મળ્યાં

આ પણ વાંચો :મુંબઈથી કચ્છના મુન્દ્રા પહોંચેલા યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

કચ્છ: મુન્દ્રા પોર્ટ પરથી ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક કન્ટેનરમાંથી મિસાઈલના પાર્ટ્સ મળી આવ્યાં હોવાનું બહાર આવતાં હડકંપ મચી ગયો હતો. સુત્રોના જણાવ્યાં અનુસાર ગયા અઠવાડિયામાં સુગર કન્સાઈમેન્ટોની તપાસ વખતે આ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :ઇઝરાયલથી મુન્દ્રા આવતા શિપ પર અરબસાગરના મધદરીયે હુમલો

અન્ય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાશે

મુન્દ્રા પોર્ટ પર સુગર ભરેલા 100થી વધુ કન્ટેનરોની તપાસ વખતે એક કન્ટેનરમાં તપાસ કરતા તેમાં કોઇ શંકાસ્પદ જથ્થો હોય તેવું ફલીત થયું હતું. જેની જાણ ઉચ્ચ સ્તરે કરાતા તેની તપાસ માટે નિષ્ણાંતોની ટીમને બોલાવાઈ હતી. સૂત્રોના દાવા અનુસાર DRDOની ટીમે પણ આવીને તપાસ કરી હતી અને કેન્દ્રીય કક્ષાની અન્ય એજન્સીઓ પણ તપાસ હાથ ધરાશે.

Last Updated : Mar 31, 2021, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details