કચ્છના નખત્રાણામાં રહેતા પાકિસ્તાની નાગરિકે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા કાર્યક્રમમાં સભ્યપદનું ફોર્મ ભર્યુ છે. જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. ભાજપના કાર્યકર પાર્ટીમાં અનેક પ્રશ્નો કરી રહ્યાં છે. કોઈ આ સભ્યને આવકારી રહ્યાં છે. તો કોઈ પાકિસ્તાની નાગરીકની સભ્યતાને રદ કરવા જણાવી રહ્યું છે.
પાકિસ્તાની યુવાને ભાજપ સદસ્યતા અભિયાનમાં ફોર્મ ભરતા ચકચાર
કચ્છ: જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અંતગર્ત સદસ્યતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાકિસ્તાની સભ્યએ સભ્યપદનું ફોર્મ ભર્યુ હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેથી હિન્દુ સંસ્કૃતિને વરેલી આ પાર્ટીએ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પાર્ટી સર્વ ધર્મ સમભાવની નીતિ અપાનાવીને પાકિસ્તાની નાગરિકને વધાવી રહી હોવાનું જણાવી રહી છે.
આ અંગે કચ્છ ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કર ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, "કોઈ ફોર્મ ભરવાથી સક્રિય સભ્ય બની જતા નથી. ફોર્મની ચકાસણી થયા બાદ તેની મંજૂરી મળે તો જ તે સભ્ય બની શકે છે. આવું કોઈ ફોર્મ ભરાયું જ નથી."
ફોર્મ ભરનાર જયસિંહ (ઉર્ફે ભમરસિંહ) મેર છેલ્લા ચાર વર્ષથી નખત્રાણામાં પાકિસ્તાનના મીઠી તાલુકાના નાથળો રહે છે. તેણે વડાપ્રધાન પ્રત્યે માન હોવાથી તે પાર્ટીના પ્રચારમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પાર્ટીમાં જોડાવવાની વાતને નકારતા તેણે કહ્યું હતું કે, તે ભાજપ સાથે લાગણી ધરાવે છે, અને નરેન્દ્ર મોદીને ચાહક હોવાથી ભાજપની પ્રચારમાં જોડાય છે, પણ સદસ્યતા માટે કોઈ ફોર્મ ભર્યુ નથી. જે ફોટો વાયરલ થયો છે, તે ફોટોમાં તે કાકાનું ફોર્મ જમા કરાવતા સમયનો છે. મેં કોઈ ફોર્મ ભર્યુ નથી.