કચ્છની ખાવડા સરહદથી પાકિસ્તાની પકડાયો, BSF દ્વારા તપાસ બાદ પોલીસને સોંપાશે - Pakistani man cought Kutch
કચ્છની જમીની ખાવડા સરહદ પાસેથી એક પાકિસ્તની ઘુસણખોર ઝડપાયો છે. જોકે આ શખ્સ અસ્થિર મગજનો અને સંભવત બહેરો ગુંગો હોવાનું જાણવા મળી રહયુ છે. હાલે બીએસએફ દ્વારા પ્રાથમિક કાર્યવાહી ચાલી રહી છે અને ત્યારબાદ ખાવડા પોલીસને સોંપવામાં આવશે.
કચ્છ:ખાવડા સરહદ પાસેથી એક પાકિસ્તની ઘુસણખોર ઝડપાયો છે. જોકે આ શખ્સ અસ્થિર મગજનો અને સંભવત બહેરો ગુંગો હોવાનું જાણવા મળી રહયુ છે. હાલ બીએસએફ દ્વારા પ્રાથમિક કાર્યવાહી ચાલી રહી છે અને ત્યારબાદ ખાવડા પોલીસને સોંપવામાં આવશે.
બીએસએફના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ખાવડા સરહદ તરફ સરહદ પિલ્લર નંબર 1082 પાસેથી બીએસએફની ફુટ પેટ્રોલિંગ ટીમને સવારે 6.30 વાગ્યે આ શખ્સ મળી આવ્યો છે. સવારથી હજુ સુધી આ શખ્સ કંઈ જ બોલ્યો નથી. અને માનસિક અસ્થિર હોવાનું પણ સમજાય રહયુ છે. જોકે હજુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે. આ પછી આ શખ્સને ખાવડા પોલીસને સોંપી દેવાશે.
ભૂજ એસપી સૌંરભ તોંલબિયાએ કહ્યું હતું કે હજુ બીએસએફ તરફથી માત્ર જાણકારી પ્રાપ્ત થઈ છે, પોલીસને સોંપ્યા પછી વધુ તપાસ કરાશે. ઉલેખ્ખનીય છે કે આ રીતે સરહદ પરથી મળી આવતા ઘુસણખોરોને પોલીસને સોંપાયા બાદ ભૂજ ખાતે આવેલા જોઈન્ટ ઈન્ટેરોગેશન સેન્ટરમાં ખસેડવામાં આવે છે જયાં તમામ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાય છે.