ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો નિષ્ફળ પ્રયાસ, ATSએ જખૌ બંદરથી 5 આરોપીને ઝડપી પાડ્યા - kutch samachar

કચ્છઃ જખૌ દરિયાઈ સીમામાંથી કોસ્ટગાર્ડ પોલીસે સાથે મળીને પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવી રહેલા 175 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે પાંચ પાકિસ્તાની આરોપીઓને પકડી પાડ્યા હતા. ડ્રગ્સનો જથ્થો આવી રહ્યા ઇનપુટના પગલે ગુજરાત ATSએ કોસ્ટગાર્ડની મદદથી 2 દિવસથી મધદરિયામાં કોમ્બિનગ ગોઠવ્યું હતું, જેને હવે સફળતા મળી હતી.

etv bharat
જખૌના દરિયામાંથી પકડાયો 175 કરોડનો ડ્રગ્સનો જથ્થો, પાકિસ્તાની માફિયાઓનો પ્રયાસ ફેલ

By

Published : Jan 6, 2020, 5:41 PM IST

Updated : Jan 6, 2020, 5:46 PM IST

દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના જૂના અને જાણીતા માર્ગો બંધ થઈ જતા થોડા સમયથી ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા કિનારાનો રસ્તો ખોલ્યો હતો. હજુ ચાર માસ પહેલા જ જ્યાંથી 1500 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો. તે જ જખૌના દરિયામાંથી ફરી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

જખૌના દરિયામાંથી પકડાયો 175 કરોડનો ડ્રગ્સનો જથ્થો, પાકિસ્તાની માફિયાઓનો પ્રયાસ ફેલ

ઓખા કોસ્ટગાર્ડના DIG મુકેશ શર્માએ જણાવ્યું હતું કે, દરિયામાં આ પાકિસ્તાની બોટ ભારતમાં પ્રવેશ કર્યા બાદ તેને ઘેરી લીધી હતી. જેને પગલે આરોપી પાકિસ્તાન તરફ નાસી જવાનો પ્રયનત કર્યો હતો. જો કે, તેમાંથી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ જથ્થો લેવા આવનાર રીસીવર અંગે હાલ તપાસ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ સહિત તમામ સુરક્ષા એજન્સી અને તંત્રો ગુજરાતના દરિયાકાંઠા પર સતત નજર રાખી રહ્યું છે.

Last Updated : Jan 6, 2020, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details