ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની ઘુસણખોર - BSF

ફાઇલ ફોટો

By

Published : Mar 26, 2019, 12:16 PM IST

Updated : Mar 26, 2019, 12:46 PM IST

2019-03-26 12:13:53

કચ્છ સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની ઘુસણખોર

ફાઇલ ફોટો

કચ્છ: ભારત- પાકિસ્તાન વચ્ચે સતત ગોળીબારના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં  કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે. 

14 ફેબ્રુઆરીના દિવસે થયેલા પુલવામામાં થયેલા હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાઇ છે. પાકિસ્તાનની સેના પણ LOCનું ઉલ્લંઘન કરીને સતત ભારત પર ગોળીબાર કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં થયેલી ઘટના બાદ સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને, BSFના ચેકિંગ દરમિયાન કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોરને ઝડપવામાં સુરક્ષા કર્મીઓેને સફળતા મળી છે. હાલમાં આ ઘુસણખોરને બાલાસર પોલીસને સોંપવામાં આવ્યો છે. 

વધુ માહિતી મુજબ, ઘુસણખોરને બોર્ડર પિલર નં. 1015 પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં તેને પોલીસને સોંપીને તેની વધુ તપાસ અને પુછપરછ હાથ ઘરવામાં આવી છે. 

Last Updated : Mar 26, 2019, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details