કચ્છ : પાકની નાપાક હરકતો સુધરતી નથી. અવારનવાર ભારતીય સીમામાં ધૂસી (Infiltration of Pakistani Fishermen) હંમેશા કઈકને કઈક આડા અવળુ કરતા નજરે જોવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર એકવાર 4 પાકિસ્તાની ભારતીય સીમા પરથી ઝડપાયા છે. કચ્છ સીમા સુરક્ષા દળે 4 પાકિસ્તાની શખ્સોને અટકાયત કરતા ખળભળાટ મચી ગઈ હતી. કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી આ પાકિસ્તાન (Pakistani boat BSF was seized) શખ્સો ઝડપાયા છે. સાથે કેટલીક બોટ પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો :CM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે
માછીમારોની હિલચાલ - આજે સવારે BSFના અંબુસ દળ દ્વારા હરામી નાળા (Pakistani Fishermen in Bhuj) વિસ્તારમાં 10 પાકિસ્તાની ફિશિંગ બોટ અને 4 માછીમારોની હિલચાલનું નિરીક્ષણ સામે આવ્યું હતું. તેને લઈને પિલર નંબર 1165 / 1166 પાસે પેટ્રોલીંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હરામીનાળા વિસ્તારમાંથી 10 પાકિસ્તાની ફિશિંગ બોટ તેમજ 4 માછીમારો નજરે ચડ્યા હતા.તેને લઈને પાકિસ્તાની શખ્સો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેક વાર ભારતની સીમામાં હલચલ મચાવતા જોવા મળતા હોય છે.
આ પણ વાંચો :BSF Search Opration in Haraminala : IG મલિકે કહ્યું હજુ પણ 2 દિવસ ચાલશે સર્ચ ઓપરેશન
બોટમાંથી શંકાસ્પદ -કચ્છ દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલા 4 પાકિસ્તાની માછીમારોની સાથે 10 બોટ પણ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. પરંતુ બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં BSFના જવાનો દ્વારા (BSF Soldier Captures Pakistani Boat) હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.