BSFના સતાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગત રાત્રે હરામીનાળાની ક્રિક વિસ્તારમાંથી આ બોટ મળી આવી છે. બોટમાંથી માછીમારીના સાધનો મળી આવ્યા છે. જો કે કોઈ ઘુસણખોર હાથ લાગ્યા નથી, સમગ્ર ક્રિક વિસ્તારમાં વિવિધ ટીમો તપાસ ચલાવી રહી છે. જયારે બોટને કોટેશ્રાવર કાંઠે લઈ આવવાની કામગીરી ચાલી રહી છે.
કચ્છના હરામી નાળામાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ - kutch news
કચ્છ: દરિયાઈ સીમા હરામી નાળામાંથી પેટ્રોલિંગ દરમિયાન BSFની ટીમે એક બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપી છે. પ્રાથમિક વિગતોમાં બોટમાંથી માછીમારીના સાધનો મળી આવ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
pakistani Boats found in kutch
નોંધનીય છે કે, પાકિસ્તાની માછીમાર ઘુસણખોરો ભારતની સીમા સુધી આવી જાય છે અને BSFની ટુકડીઓને જોઈને પોતાની સરહદ તરફ નાસી જાય છે. આ બોટ સાથે આવેલા ઘુસણખોરો પણ નાસી છુટ્યા છે. જો કે કોઈ ભારતની સીમામાં છુપાયેલા હોય તેમને શોધવા માટે વિવિધ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
Last Updated : Dec 14, 2019, 12:09 PM IST