કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ આજ રીતે જખૌના મોટા પીર બેટના દરિયાઈ વિસ્તારમાંથી નેવી ઈન્ટેલિજન્સઅને પશ્ચિમ કચ્છ SOGને બિનવારસી હાલતમાં ચરસના 2 પેકેટ મળી આવ્યા હતા. આજે(બુધવારે) જખૌના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી નેવી ઇન્ટેલિજન્સ અને BSFને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં ચરસના 8 પેકેટ મળી આવ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વધતો ચરસનો કાળો કારોબાર, દરરોજ આ પેકેટ આવે છે ક્યાંથી ?
ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ફરી ચરસના પેકેટ મળ્યા - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે ત્યારે હવે કચ્છના જખૌ બંદર પાસેના ઇબ્રાહિમ પીરના(Ibrahim Pir near Jakhau port) દરિયાઈ વિસ્તારમાંથી નેવી ઇન્ટેલિજન્સ(Navy Intelligence) અને BSFના જવાનોને ફૂટ પેટ્રોલિંગ(BSF team Foot Patrolling) કરતા સમયે ચરસના 8 પેકેટ મળી આવ્યા છે.