ગુજરાત

gujarat

ETV Bharat / state

પાબીબેગથી વિશ્વપ્રસિદ્ધ બનેલા પાબીબહેનને કરી દેશવાસીઓને હર ઘર તિરંગા લહેરાવવાની અપીલ - પાબી બેગની ખાસિયત

કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઇ ગામના ભરતકામ માટે વિશ્વવિખ્યાત પાબીબહેન રબારી(World Famous Pabibag) પાબીબેગના કારીગર તરીકેની નામના હાંસલ કરનાર પાબીબહેન રબારી જેનું દેશ દુનિયામાં એક જાણીતું નામ છે. તેમણે હર ઘર તિરંગા અભિયાન નિમિતે તેમની સાથે કામ કરતી ગ્રામીણ બહેનોને અને દેશવાસીઓને આ અભિયાનમાં વધુથી વધુ સંખ્યામાં જોડાવવા માટેની અપીલ કરી છે.

પાબીબેગથી વિશ્વપ્રસિદ્ધ બનેલા પાબીબહેનની દેશવાસીઓને હર ઘર તિરંગા લહેરાવવા અપીલ
પાબીબેગથી વિશ્વપ્રસિદ્ધ બનેલા પાબીબહેનની દેશવાસીઓને હર ઘર તિરંગા લહેરાવવા અપીલ

By

Published : Aug 10, 2022, 9:22 PM IST

કચ્છઅનેક સંઘર્ષ વેઠીને આજે રબારી ભરતકામની અનેક ચીજ વસ્તુઓ બનાવતી કંપની સ્થાપનાર કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઇ ગામના વિશ્વવિખ્યાત કારીગર પાબીબહેન રબારી(Saluting Brave Hearts ) દેશ દુનિયામાં એક જાણીતું નામ છે. હર ઘર તિરંગા અભિયાન જ્યારે દેશભરમાં 13થી 15 ઓગસ્ટ 2022(Indian Independence Day) સુધી યોજાનાર છે, ત્યારે આ અભિયાનમાં પાબીબહેન અને તેમની સાથે કામ કરતી કારીગર બહેનો પણ જોડાવાની છે. તેમણે દેશ અને કચ્છના દરેક નાગરીકોને ભારતીય ગૌરવ સમા(Azadi Ka Amrit Mahotsav) તિરંગાને માનભેર હર ઘર લહેરાવવા(Har Ghar Tiranga) અપીલ કરી હતી.

પાબીબેગથી પોતાની ઓળખ સ્થાપીને આજે તેઓ અનેક મહિલા કારીગરોને રોજગાર આપવાનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોહર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ખરીદવા લોકોમાં અનેરો ઉત્સાહ

કચ્છના પાબીબહેન રબારીની દેશવાસીઓને હર ઘર તિરંગા લહેરાવવા અપીલપાબીબહેન ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે અને નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા હતા. તેમના સંઘર્ષની કહાની શરૂ થઈ હતી. લોકોના ઘરોમાં કામ કરવાથી લઇને અનેક નાના મોટા કામ કરીને પાબીબહેન(Pabibehan of Kutch) અંતે હરી જરી પારંપરિક રબારી કલાના માધ્યમથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. જેને ખૂબ નામના મળતા દેશ વિદેશમાં તેમને ઓળખ મળી હતી. આજદીન સુધી તેઓ દેશ વિદેશમાં અનેક સેમિનાર અને પ્રદર્શન મેળામાં ભાગ લઇને ભારતીય કળાને ઓળખ અપાવી ચુક્યા છે.

અનેક મહિલાઓને રોજગાર આપી ગ્રામીણ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોતપાબીબેગની(World Famous Pabibag) પોતાની ઓળખ સ્થાપીને આજે તેઓ અનેક મહિલા કારીગરોને રોજગાર આપવાનું કામ કરી રહ્યા છે. શિક્ષણના અભાવ વચ્ચે તેમણે પોતાની કલા કુનેહના જોરે દેશ દુનિયામાં ભારતીય કળા કારીગરીનો ડંકો વગાડ્યો છે. તેઓ હાલ પોતાની અલાયદી વેબસાઇટ ચલાવે છે, જ્યાં વ્યક્તિગત વપરાશ અને ઘર વપરાશની વિવિધ કલાત્મક પ્રોડકટનું વેચાણ કરવામાં આવે છે. તેઓ અનેક મહિલાઓને રોજગાર આપી ગ્રામીણ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. હાલ તેમની કંપની 300થી વધુ પ્રકારની બેગની ડિઝાઇન બનાવે છે. જેની 40થી વધુ દેશોમાં માંગ છે.

આ પણ વાંચોNari Shkati વિચરતી જાતિના લોકોના વિકાસ માટે વડાપ્રધાને આ નારી શક્તિની માગી હતી સલાહ

તિરંગો આપણું ગૌરવ છે, તેને માન સન્માન સાથે લહેરાવો જોઇએકેન્દ્ર, રાજ્ય અને સામાજિક સંસ્થાના 25થી વધુ એવોર્ડથી સન્માનિત થયેલા પાબીબહેન જણાવે છે કે, અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા દરેક કચ્છ વાસીઓ અને ભારતવાસીઓને અપીલ છે. તિરંગો આપણું ગૌરવ છે, તેને માન સન્માન સાથે આપણે સૌએ પોતાના ઘર, દુકાન, સંસ્થાન, શાળા, કોલેજ, ઔદ્યોગિક ગૃહ વગેરે સ્થળે અચૂક લહેરાવો જોઇએ. અમે કારીગર બહેનો 13થી 15 ઓગસ્ટ 2022 સુધી આ અભિયાનમાં સહભાગી બની અમારા ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવશું. સૌ લોકો આ ઉજવણીમાં જોડાય તેવી અપીલ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details