- વિવિધ રાજ્યમાં ટ્રેન દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવશે
- મુંદ્રાથી ટ્રેન દ્વારા હરિયાણા દિલ્હી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો
- ટ્રેનને દરેક સ્ટેશન પર મળ્યું ગ્રીન સિગ્નલ
કચ્છ: હાલ દેશભરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે એવામાં દેશના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવું રહી છે. આ અભિયાન અંતર્ગત લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ના પરિવહન માટે સતત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વેના ગુજરાતના હાપા અને મુંદ્રા પોર્ટ થી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી હતી.
ટ્રેન દ્વારા ઓક્સિજન દિલ્હી પહોંચાડવામાં આવે છે
ભારતીય રેલ્વે દ્વારા પ્રાણવાયુ ને સતત દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પહોચાડવામાં આવી રહ્યું છે.કચ્છના મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ થી પાટલી (હરિયાણા) ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી. હાલમાં દેશમાં ઓક્સિજનની અછત છે અને 84 ટન લિક્વિડ ઓક્સિજન સિલિન્ડરના 06 કન્ટેનર સહિતની આખી ટ્રેન ચલાવવામાં આવી હતી જેમાં કોઈ પણ જાતની અડચણ આવી ન હતી.