- ઘોરાડ અભયારણ ચુકાદાની અવમાનના મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ફરિયાદ
- કચ્છના ઘોરાડ અભ્યારણમાં પવનચક્કીઓની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયો હતો
- અબડાસા તાલુકામાં આવેલ અભ્યારણમાં આડેધડ લગાવેલ વીજલાઈન થકી દુર્લભ ઘોરાડ પક્ષીઓને થાય છે નુકસાન
કચ્છ :કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના લાલા, બુડિયા ગામ પાસે ઘોરાડ અભયારણ્ય(Ghorad Abhyaran in Kutch) આવેલું છે. જે 505 એકરમાં વિસ્તરેલું છે. આ અભ્યારણ્યના ઘોરાડ પક્ષીઓ મુકતપણે વિચરી શકે તે હેતુથી 21 ગામોની 21હજારથી વધુ હેકટર જમીન ઈકો સેન્સીટીવ ઝોન તરીકે ઘોષીત કરાયા પછી ઘોરાડની સલામતી માટે અભ્યારણ્ય અને ઈકો સેન્સેટીવ ઝોનની આસપાસના વિસ્તારમાં પસાર થતી HT અને LT વીજલાઈનો અન્ડરગ્રાઉન્ડ(Power line underground) કરવા સુપ્રીમ કોર્ટમાં રીટ થયા પછી સુપ્રીમ કોર્ટે પવનચક્કી અને અન્ય એકમોમાં પહોંચતી વીજલાઈન અંડર ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપ્યાને વર્ષ થઈ થયા છતાં ખાનગી કંપનીઓ વીજલાઈન અન્ડરગ્રાઉન્ડ નાખવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે કરાઈ ફરિયાદ
અદાલતના આદેશની અવમાનના કેસ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા રણજીતસિંહ જી જાડેજા અને જાણીતા પક્ષીવિદ્ નવીન બાપટએ દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે કે(Complaint to Ghorad Abhyaran Powerline Underground) સુપ્રીમકોર્ટના આદેશને પગલે PGVCL નલિયા અને કોઠારાની કચેરીએ ખેત વિષયક જોડાણો 200 અને ઘરેલુ 45 જેટલા વીજજોડાણની અરજીઓ પડતર રાખી જોડાણ બાબતે કોઈ ખુલાસો કરતી નથી. આમ તો HT અને LT વીજલાઈન મુખ્યત્વે જે-તે ગામથી બહારથી પસાર થતી હોય છે પરંતુ ઘરેલું વીજ જોડાણ આપી શકાય તેવી સ્થિતિ હોવા છતાં આ મુદે્ PGVCL દ્વારા જોડાણ આપવાનું બંધ કરાયું છે.
જંગલખાતાએ ઘોરાડની સંખ્યા વધે તે માટે પ્રયાસો કરવા જોઈએ: પક્ષીવિદ
આ ઉપરાંત કચ્છના જાણીતા પક્ષીવિદ નવીન બાપટે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, અગાઉ પણ આ HT વીજલાઈનના કારણે કચ્છ જિલ્લામાં બે ઘોરાડ પક્ષીના મોત(Death of a bird in Gujarat) થયા હતા તો પવનચક્કીના અવાજના કારણે ઘોરાડ પક્ષી અભયારણ્ય છોડી ગયાનો આક્ષેપ છે. તેમ છતાં ઘોરાડ માટેના સંવેદનશીલ વિસ્તારમાં ચાર ઘોરાડ પક્ષીઓ જોયા છે ને તમામ ઘોરાડ પક્ષીઓ ફિમેલ હોવાના કારણે વર્ષોથી ઘોરાડ પક્ષીનું પ્રજનન(Kutch Bustard Sanctuary) કાર્ય ઠપ છે. આ ઉપરાંત જંગલખાતાએ ઘોરાડની સંખ્યા વધે તે માટે પ્રયાસો કરવા જોઈએ. આમ તો રાજસ્થાનમાં પણ ઘોરાડ અભયારણ્ય છે ત્યાંના ઘોરાડ પક્ષીની મદદ લઈ પ્રાયોગિક ધોરણે પ્રજનન કાર્ય થાય તો અબડાસાના ઘોરાડ અભયારણ્યમાં પક્ષીની સંખ્યા વધે. આ ઉપરાંત કુત્રિમ પ્રક્રિયાથી પણ ઘોરાડની સંખ્યા વધે તે માટે પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યું છે.