- ભુજમાં ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન
- પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસી સ્થળ, વાઇલ્ડલાઇફ, તહેવારોને ઓળખે તે હેતુસર કરાયું આયોજન
- દરેક જિલ્લાના નક્શાઓ તથા માહિતી દર્શાવતા પેમ્પ્લેટ નિ:શુલ્ક
કચ્છ: ભુજના પ્રવાસી માહિતી કેન્દ્ર (Tourist Information Center) ખાતે જન્માષ્ટમી નિમિત્તે ત્રિદિવસીય 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી પ્રવાસનને લગતા પુસ્તક મેળાનું આયોજન (Book fair in Bhuj) કરવામાં આવ્યું છે તથા મુલાકાતીઓ માટે નિ:શુલ્ક લીટ્રેચર પણ રાખવામાં આવ્યું છે. ઉપરાંત અહીં પુસ્તકો પર 5 ટકા થી 25 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
ભુજમાં પુસ્તક મેળાનું આયોજન આ પણ વાંચો:બ્રિટિશ ભારતીય સંજીવ સહોતાનું પુસ્તક 'ચાઇના રૂમ' બુકર પુરસ્કારના દાવેદારોમાં શામેલ
કુલ 35 પ્રકારના પુસ્તકો રાખવામાં આવ્યા
આ પુસ્તક મેળો (Book fair in Bhuj) વિદ્યાર્થીઓ તેમજ જેમને જુદી જુદી જગ્યાએ પ્રવાસ ખેડવાનો શોખ ધરાવતા લોકો છે. તેમને માટે આ પુસ્તક મેળો ખૂબ ઉપયોગી નીવડશે. કારણ કે અહીં પ્રવાસીઓને લગતા, પ્રવાસનને લાગતા, વાઇલ્ડ લાઇફને લગતા, દેવાલયોને લગતા, ઐતિહાસિક ધરોહર, પ્રાચીન સ્થાપત્યના વગેરેને લગતાં પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે. અહીં કુલ 35 પ્રકારના પુસ્તકો રાખવામાં આવ્યા છે.
ભુજમાં પુસ્તક મેળાનું આયોજન આ પણ વાંચો: બોટાદમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તક મેળાનું આયોજન કર્યું
મુલાકાતીઓ માટે તમામ જિલ્લાઓના નક્શાઓ નિ:શુલ્ક
આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓના નક્શાઓ પણ અહીં મુલાકાતીઓને નિ:શુલ્ક મળી રહેશે. જેમાં ફરવા લાયક સ્થળો, પ્રાચીન મંદિરો, જિલ્લાની ખાસિયત, મેળાઓ, તહેવારો, અંતર વગેરે જેવી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભુજમાં પુસ્તક મેળાનું આયોજન જુદા જુદા પુસ્તકો મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા
પુસ્તકોમાં The heritage temples of Gujarat, Heritage gems of Gujarat, The Buddhist, Architectural treasure of Gujarat, Vibrant wildlife, Wild Gujarat, Birds of Khijadiya, Prachin devayalo, Champaner, Jal mandir Rani ki vav, Gujarat's 50 golden destination, Dholavira, Fairs and festivals of gujrat, Ek Bharat shresth bharat, The white Rann, Road trips, Lakhpat, Polo forest, Statue of unity, Festivals in Gujarat વગેરે જેવા પુસ્તકો મુલાકાતીઓ માટે અહીં રાખવામાં આવ્યા છે. આ પુસ્તક મેળાના આયોજનમાં ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ મેનેજર પ્રિયંકા જોષી તથા પ્રવાસન માહિતી કેન્દ્રના સ્ટાફના ચિરાગ સોલંકી, અર્જુનસિંહ જાડેજા ,કલીમ સમા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
ભુજમાં પુસ્તક મેળાનું આયોજન તમામ પુસ્તકોની ગુણવત્તા ખૂબ સારી છે
અહીં પુસ્તકમેળાનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પુસ્તકોની ગુણવત્તા ખૂબ સારી છે અને તેમાં છપાયેલા ફોટોગ્રાફ્સ પણ ખૂબ સારા છે અને ખૂબ ઉંડાણપૂર્વકની માહિતી પણ પુસ્તકોમાં આપવામાં આવી છે. આખા ગુજરાતના ખૂણા ખાંચાના પ્રવાસી સ્થળો તથા જાણવાલાયક સ્થળો અંગેના પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે અને વ્યાજબી કિંમતે અહીં પુસ્તકો ઉપલબ્દ્ધ છે.
ભુજમાં પુસ્તક મેળાનું આયોજન ગુજરાતના સ્થળો અને આર્ટ વિશે લોકોને પરિચય આપવાનો ઉદ્દેશ્ય
પ્રવાસન માહિતી કેન્દ્ર (Tourist Information Center) દ્વારા ત્રણ દિવસ માટે પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દેવાલયો, પ્રાચીન સ્થળો, પક્ષીઓ વગેરે અંગેના પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે, કુલ મળીને 35 પ્રકારના પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે. આ પુસ્તક મેળાનું આયોજન ગુજરાતના સ્થળો અને આર્ટ વિશે લોકોને પરિચય આપવાનો છે.