કચ્છ કચ્છના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને કઈ રીતે જુદા જુદા પાકોમાં પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા અમલ કરીને પાકોને રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડથી દૂર રાખી ઓર્ગેનિક ઉત્પાદન કરવું તેના માટે આગળ વધી રહ્યા છે. તો હાલમાં ખેડૂતો ડાયજેસ્ટર પ્લાન્ટ પણ અપનાવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર સાબિત થઇ રહી છે.
આત્મનિર્ભર કૃષિની ખુશીકચ્છના યુવા ખેડૂતોની નવી પેઢી મેદાનમાં આવી ગઈ છે. તો બીજા અનેક યુવાનો આવી રહયા છે. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર લઇ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી ઝીરો બજેટ ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે.ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે.
આ પણ વાંચો પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં
ડાયજેસ્ટર થકી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટ્યોડાયજેસ્ટર અંગે માહિતી આપતા ખેડૂત હર્ષદ ભગતે જણાવ્યું હતું કે વધારે પડતો અમે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડનું બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને અમારી એવી પણ ગણતરી છે કે ધીમે ધીમે રાસાયણિક ખાતરોને મૂકી અને અમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ.જેના માટે ડાયજેસ્ટર લગાડવામાં આવ્યું છે કે જે આપણા ગાયના છાણ અને મૂત્રોમાંથી અને અન્ય બિનઉપયોગી વનસ્પતિ, ખોરાકને આ ડાયજેસ્ટ સિસ્ટમમાં ભેળવીને ડાયજેસ્ટ કરીને ડ્રિપમાં મોકલી શકીએ. કોઈ પણ પાકના ઉત્પાદનો માણસોના સ્વાસ્થ્ય માટે સારા રહે તે માટે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ વગરના થાય એવી ગણતરી સાથે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લગભગ આવતા વર્ષોમાં સંપૂર્ણપણે તમામ પાકો ઓર્ગેનિક થઈ જશે.
ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ઉપરાંત ખેતીમાં અત્યારે પણ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જમીનની અંદર ફૂગજન્ય રોગો આવે છે કે ઇયળો આવતી હોય છે કે ચૂસીયા પ્રકારની જીવાતો આવતી હોય તો જે અત્યારે સરકારને જે મુહિમ છે કે ઓર્ગેનિક ખેતી ઉપર ખેડૂતો ખેતી કરે તો અમે અત્યારે બેક્ટેરિયાથી જ અત્યારે વધારે પડતું બેક્ટેરિયા ઉપર ધ્યાન આપી અને બેક્ટેરિયાથી જ ખેતી કરવાનું વિચારી રહ્યા છીએ અને એ અપનાવી રહ્યા છીએ કે ધીમે ધીમે જે આ ખેતીને નસો થઈ ગયો છે રાસાયણિક અને પેસ્ટીસાઈડ બંધ કરાવી અને ધીમે ધીમે અમે ઓર્ગેનિક ખેતી ઉપર પણ વળવાના છીએ.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બને છે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનઉપજાઉ અને ઝેરી બનતી જાય છે. તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી. જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમૂત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તથા કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃતનું ઉપયોગ કરવામાં આવે છે.