ગુજરાત

gujarat

ETV Bharat / state

Organic Farming In Kutch: અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે - સજીવ ખેતી માટેની તાલીમ

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા ખાતે યુવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી (Organic Farming In Kutch)ના માર્ગદર્શન માટે પ્રાકૃતિક ખેતી યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં પ્રાકૃતિક ખેતી કરવાના લાભ પદ્ધતિ વગરે વિશે વાત કરવામાં આવી હતી. તો રાસાયણિક ખાતરથી કરવામાં આવતી ખેતીના ગેરફાયદા વિશે પણ વાત કરવામાં આવી હતી.

અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે
અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે

By

Published : Apr 9, 2022, 4:38 PM IST

કચ્છ: કચ્છના યુવા ખેડૂતોની નવી પેઢી મેદાનમાં આવી ગઈ છે. અત્યાર સુધી વરિષ્ઠ ખેડૂતોએ 25 વર્ષથી પ્રાકૃતિક ખેતી (Organic Farming In Kutch) માટે જે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા છે અને પ્રયાસરૂપી બીજ વાવ્યા છે તેને હવે વાતાવરણ મળતું થયું છે. હવે યુવાનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ખેડૂતો (Farmers In Gujarat)ના પ્રાકૃતિક ખેતી યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોની આવક બમણી થઈ શકે છે- પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિ (self sufficient agriculture india)ની ખુશીનો આધાર લઇ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી જીરો બજેટ ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે. રાસાયણિક ખાતરો (Chemical fertilizers in gujarat)તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ (Use of pesticides in Gujarat)થી જમીન વધુને વધુ બિનઉપજાઉ અને ઝેરી બનતી જાય છે, તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

કચ્છના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય છે?- પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમુત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તથા કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની આડઅસરથી ઉત્પાદિત થયેલા પાકમાં આડઅસર થવાની શક્યતાઓ રહેલી છે, જેથી કરીને હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. કચ્છના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને પાક સારો આવે તે માટે ઉત્પાદન દરમિયાન દૂધ સાથે ગોળના મિશ્રણનો છંટકાવ કરી રહ્યા છે, જેનાથી પાકમાં કોઈપણ જાતની જીવાત કે રોગ ન થાય અને ઓર્ગેનિક પાક મળે.

પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે.

જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે-ભારતમાં થતા ધાન્ય પાકો (Grain crops grown in India)ને નાઇટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે, જે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે. એટલું જ નહીં જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કિટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે. આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોના કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. આવનારી પેઢીને ઝેરી રસાયણયુક્ત જમીન (toxic soil chemicals in Gujarat) આપવી છે કે, ઉપજાઉ જમીન તે આપણા ઉપર નિર્ભર કરે છે.

સમય આવી ગયો છે કે, આપણે આપણી ખેતી અને ખોરાક સુધારી લઈએ.

આ પણ વાંચો:Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ

જમીન સજીવ રહે છે- ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. રાસાયણિક ખાતર જમીનને આપીએ તો એ આપણને જેમ કેમિકલવાળી વસ્તુઓ શરીરને પાચન નથી થતી તેવી જ રીતે જમીનને પણ આ પાચન થતું નથી અને જમીન છેવટે બિનઉપજાઉ થઈ જાય છે. પરિણામે જે પણ પાક જેવું લાગે છે તે કેમિકલયુક્ત હોય અંતે તે તો નુકશાન કરે છે. કેમિકલવાળા ખાતરથી જમીનનું જે તત્વ છે એ નીકળી જાય છે. જ્યારે ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે.

ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે.

અન્ન છે તે ઔષધ હતું પણ આજે ઝેર બન્યું છે-શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ (shree ram krishna trust)ના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીએ Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલમાં દરેક જગ્યાએ ઝેરનું પ્રમાણ વધ્યું છે. આરોગ્યના કેસ વધ્યા છે. જમીન પાણી બંજર થયા છે, જેના કારણે દરેક ખેડૂતોમાં ચિંતાનો વિષય ફેલાઈ રહ્યો છે. કૃષિ દુનિયાનું સૌથી મોટું રોજગારલક્ષી ક્ષેત્ર છે, પરંતુ હાલમાં તે પડી ભાંગવાના આરે છે. અગાઉ જેવી રીતે ખેતીમાં ફાયદો થતો હવે આજે તે ખતમ થવાના આરે છે. માનવજગત અને જીવસૃષ્ટિ પણ પીડિત છે. અન્ન છે તે ઔષધ હતું પણ આજે ઝેર બન્યું છે.

શરૂઆતમાં ટ્રસ્ટ દ્વારા ખેડૂતોની મદદ કરવામાં આવશે-શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ ખાતે પ્રાકૃતિક ખેતી માટે તાલીમ (Training for Organic farming) પણ આપવામાં આવે છે. તાલીમ મેળવનાર દરેક તાલીમાર્થીને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત, સજીવ ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને તેમના 10 એકરમાં સજીવ ખેતી મારફતે ખેતી કરવા માટે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ મદદરૂપ પણ થાય છે. આજે યુવા ખેડૂતો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોને પ્રાકૃતિક ખેતી અંગેના જે પ્રશ્નો અને સમસ્યા છે તે અહીં હલ કરી શકાય.

આ પણ વાંચો:Natural Farming in Kutch : આ રીતે કચ્છના ખેડૂતોએ એક્સોટિક વેજીટેબલ્સનું કર્યું સફળ ઉત્પાદન, જાણો...

હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ચૂક્યો છે- વડોદરામાં જતન નામની સંસ્થા સાથે સંકળાયેલા કપિલભાઇ શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં 35 વર્ષથી સજીવ ખેતીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિજ્ઞાનના આધારે પ્રકૃતિની સેવા થાય તેમજ આજની સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગ, પાણીની સમસ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય બન્યું છે. જમીનો ખલાસ થઈ રહી છે. ખેતીની સિસ્ટમ બદલાઈ ગઈ છે ત્યારે પર્યાવરણના પ્રશ્નો (environmental issues in gujarat), આરોગ્યના પ્રશ્નો, ખોરાકના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જેને પરિણામે ખેડૂતોને આપઘાત કરવાનું થાય છે. નવી પેઢીને ખેતીમાં જોડાવું નથી. યુદ્ધ યુક્રેનમાં થાય અને અહીં ખાતરના ભાવ વધી જાય ત્યારે દેશની જમીનમાં જ પોષણ તત્વો રહેલા છે તે સમજી જાણીને પ્રાકૃતિક ખેતી શરૂ કરવી જોઈએ. હવે સમય આવી ગયો છે કે, આપણે આપણી ખેતી અને ખોરાક સુધારી લઈએ અને સરકાર, ખેડૂતો, યુનિવર્સિટીઓ, સમાજ અને તંત્ર પણ સજીવ ખેતીને અપનાવે.

ABOUT THE AUTHOR

...view details