ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીધામમાં મગફળી કૌભાંડનો કોગ્રસે રામધૂન બોલાવી કર્યો વિરોધ

કચ્છઃ ગાંધીધામના ખારીરોહર ખાતે સંગ્રહિત મગફળીના જથ્થામાં કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા અંજાર પ્રાંત કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ગાંધીધામ SPને તપાસ માટે આવેદનપત્ર આપ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Jun 26, 2019, 2:17 AM IST

કોંગ્રેસે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ગોડાઉનમાં જનતા રેડ કરતા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી, ઢેફા, કાકરા, ફોફા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી મુખ્યપ્રધાન, ઉપ મુખ્યપ્રધાન, કૃષિપ્રધાનએ તપાસ કરાવી દોષીત સામે કાર્યવાહી કરવાને બદલે નિવેદનોનો મારો ચલાવ્યો છે. સરકારે દાવો કર્યો હતો કે, તપાસના આદેશ અપાયા છે પોલીસ કેસ થઈ ગયો છે પરંતુ, વાસ્તવિકતાએ છે કે ગાંધીધામ ખાતે કોઈપણ વિભાગ દ્વારા પાંચ દિવસ થયા હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગાંધીધામમાં મગફળી કૌભાંડનો કોગ્રસે રામધૂન બોલાવી કર્યો વિરોધ
કિશાન કોંગ્રેસ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને ગોડાઉન સીલ કરવાની માગ કરી હતી. પ્રાંત અધિકારી દ્વારા જવાબ આપવાની બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ પ્રાંત અધિકારી 12.30 સુધી ઓફિસ આવ્યા જ નહીં જવાબ આપવાથી પ્રાંત અધિકારી પણ ભાગતા હોય તેવું લાગી રહ્યું છે.

રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા એકબીજા વિભાગ પર જવાબદારીની ખો દેવાનું કામ થઇ રહ્યું છે આટલી મોટી ગંભીર ઘટના હોય રાજ્ય-કેન્દ્ર સરકારના નાણાંનો દુરુપયોગ થતો હોય ત્યારે સરકાર દ્વારા ગંભીરતા લેવાને બદલે માત્ર નિવેદનો જ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ પરથી લાગે છે કે સરકારનો મલિન ઇરાદો છે 2017ની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરનાર ભાજપના જ નેતાઓની સહકારી મંડળીઓ એટલે સરકાર દ્વારા નક્કર કાર્યવાહી કરવાને બદલે કૌભાંડોને છાવરી રહી છે એ વાત સરકારની ઢીલી નીતિથી સ્પષ્ટ થાય છે. તેમ કોંગ્રેસના કિસાન સંઘના ચેરમેન પાલભાઈ આંબલિયા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details