ગુજરાત

gujarat

ETV Bharat / state

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડની સ્પર્ધાનું આયોજન કરાયુ - R Prabhakar, former general manager of Tata Chemicals

દેવભૂમિ દ્વારકા : મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા છેલ્લા 24 વર્ષથી ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં મહિલાઓ સહિત 474 દોડવીરોએ ભાગ લીધો હતો.

marathon
દેવભૂમિ

By

Published : Dec 29, 2019, 10:01 PM IST

દ્વારકા તાલુકાની મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના પૂર્વ જનરલ મેનેજર આર પ્રભાકરની યાદમાં છેલ્લા 24 વર્ષથી ઓપન હાફ સૌરાષ્ટ્ર મેરેથોનનું કંપની દ્વારા આયોજન કરવામાં આવે છે.

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડની સ્પર્ધાનું આયોજન

આ સ્પર્ધામાં દર વર્ષે સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાંથી અનેક દોડવીરો ભાગ લેવા માટે આવે છે. ટાટા કેમિકલ્સના પૂર્વ જનરલ મેનેજર આર પ્રભાકર કંપનીના કર્મચારીઓ માટે સુંદર કામગીરી માટે ખૂબ જ ખ્યાતનામ બન્યા છે. તેમણે કર્મચારીઓની સાથે સાથે મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીને પણ ઉચ્ચ કક્ષાએ માન સન્માન અપાવ્યું હતું. તેમની યાદીમાં છેલ્લા 24 વર્ષથી મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે છે.

આ દોડના આયોજનમાં 400 જેટલા યુવાનો તેમજ 74 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ખાસ કરીને જામનગર-વાલસુરાના યુવા સૈનિકોએ 1, 2 અને 3 રેન્ક મેળવ્યો હતો. મીઠાપુર ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ એન. કામત તેમજ મીઠાપુરના PI શ્રધ્ધાબેન ડાંગર અને ટાટા કેમિકલ્સના પૂર્વ કર્મચારીઓ દ્વારા તમામ સ્પર્ધકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details