ગુજરાત

gujarat

ETV Bharat / state

Water condition in Kutch : કચ્છના જળાશયોમાં માત્ર 23.60 ટકા જ પાણી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો - Drinking water problem in Kutch

જિલ્લામાં મધ્યમ સિંચાયના ડેમોની હાલત(Condition of water dam in Kutch) હાલ કફોડી બની છે, જેમાં સતત પાણીનો ઘટાડો નોંધાઇ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો(Kutch farmer in raising worries) આવી શકે છે. હજુ ઉનાળાની શરૂઆત જ થઇ છે, તેટલામાં તો કચ્છના જળાશયો શુકાવા લાગ્યા છે. હાલની સ્થિતી જોઇએ તો હવે માત્ર 23.60 ટકા પાણી બચ્યું છે.

Water condition in Kutch
Water condition in Kutch

By

Published : Apr 4, 2022, 4:08 PM IST

Updated : Apr 4, 2022, 4:23 PM IST

કચ્છ : ભુજ તાલુકાના રુદ્રમાતા ડેમ ખાતે જે જિલ્લાનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમના પાણીનો ખેતી માટે આસપાસના ચાર ગામો ઉપયોગ કરે છે, તો પીવાનું પાણી(Drinking water problem in Kutch) સરહદીય બન્ની વિસ્તાર સુધી પહોંચે છે. પાણી તળિયે હોતાં આસપાસના ગામોના ખેડૂતો ચિંતિત(Kutch farmer in raising worries) થયા છે ત્યારે અનેક વખત વાયદા કર્યા બાદ હવે પરિસ્થિતિ વિકટ બનતા ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે.

Water condition in Kutch

ડેમમાં 23.60 ટકા પાણી જ ઉપલબ્ધ -કચ્છ સિંચાઈ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે. હાલ મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગતના ડેમમાં પાણીની પરિસ્થતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના ડેમોમાં 23.60 ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે.

Water condition in Kutch

કચ્છના જુદાં જુદાં તાલુકામાં 20 મધ્યમ સિંચાઇના ડેમો - કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે.

Water condition in Kutch

વર્તમાનમાં 23.60 ટકા જેટલું પાણી ઉપલબ્ધ -હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 959.59 મીટર છે, જેમાંથી આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે અને વર્તમાનમાં કુલ 78.430 મિલિયન ક્યુબિક મીટરનો સંગ્રહ છે.

ભર ઉનાળે પાણીની તંગીથી પરેશાન જગતનો તાત -આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆતથી જ વારંવાર હીટ વેવના કારણે અતિશય ગરમીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ગત વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદના કારણે જિલ્લાના મુખ્ય તળાવો અને ડેમમાં પણ સારી માત્રામાં નીર આવ્યા નથી, હજુ એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધશે ત્યારે અત્યારથી જ જિલ્લાના ડેમમાં પાણી તળિયે પહોંચ્યો છે.

ખેડૂતોને ખેતી કરવા માટે પૂરતું પાણી મળી રહ્યું નથી -હાલ પાણીની અછતના કારણે ખેડૂતોને ખેતી કરવા માટે પૂરતું પાણી મળી રહ્યું નથી. આ વિસ્તારમાં જમીનની ગુણવત્તા સારી હોતા ઉત્તમ ક્વોલિટીના ઘઉં અને રાયડો જેવા પાક થાય છે પણ પાણી ન હોતાં ખેડૂતોના પાક નષ્ટ થઈ રહ્યા છે. જન પ્રતિનિધિઓએ વખતોવખત આ ડેમને નર્મદાના પાણીથી ભરવાની ખાતરી આપી છે પણ હજુ સુધી તે દિશામાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર દ્વારા આ વર્ષે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત આ ડેમનું ખાનેત્રું કરવાની શરૂઆત કરી છે પણ ખેડૂતોનું કહેવું છે કે આસપાસના ગામોના ખેડૂતો, પશુપાલકો અને અન્ય લોકો માટે પાણી ભરાવવું અત્યંત જરૂરી છે.

ખેડૂતો 1000 ફૂટ ઊંડા બોરવેલ બનાવીને પાણી ખેંચી રહ્યા છે -ડેમમાં તળિયા ઝાટક પાણી અંગે વાતચીત કરતા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું કે, સરહદી જિલ્લા કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે. પાણીની સ્થિતિ વરસાદ આધારિત છે અને છેલ્લા 4-5 વર્ષોથી જોઈએ તેટલો વરસાદ પડતો ન હોવાથી ડેમમાં પણ પાણી પૂરું આવતું નથી. કચ્છના મોટા મોટા ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે અને ખેડૂતો કોઈ પણ પાક વાવી શકે તેવી પરિસ્થતિમાં નથી.

પાણીના અભાવે મોટાભાગે ખેડુતો અને માલધારીઓ હિજરત કરી રહ્યા છે -જો નર્મદાનું વધારાનું પાણી કચ્છને મળે તો જ કચ્છના ખેડૂતો ટકી શકશે અને સરહદ ટકી શકશે. કચ્છમાં માટે ભાગે માલધારીઓ પણ વસે છે તેઓ પણ પાણીના અભાવે મોટાભાગે હિજરત કરી રહ્યા છે.પીવાના પાણી માટે પણ વલખાં મારી રહ્યા છે. પીવાના પાણી માટે રોજનું 280 MLD પાણી જોઈએ છે તેની સામે માત્ર 140 MLD જ પાણી મળે છે. જો તાત્કાલિક કચ્છને પાણી પહોંચાડવામાં આવે તો જ કચ્છ બચશે અને કચ્છની સરહદ બચશે માટે સરકારે આ બાબતે તાત્કાલિક ધોરણે વિચાર કરીને પગલાં લેવા જોઈએ.

Last Updated : Apr 4, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details