ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જિલ્લામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો - કચ્છ માં વધુ એક કોરોના કેસ

કચ્છમાં રવિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. 7 મેના રોજ મુંબઈથી કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા ગામે પહોંચેલા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કચ્છ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
કચ્છ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

By

Published : May 10, 2020, 7:13 PM IST

કચ્છ : જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર તાલુકાના બુઢારમોરા ગામે 30 વર્ષેીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાન 7 મેના દિવસે કચ્છ પહોંચ્યો હતો, આ યુવાને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.

શનિવારે શંકાસ્પદ લક્ષણો સાથે ભુજની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ સેમ્પલનો રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ દરમિયાન યુવાન જે બસમાં આવ્યો હતો તે બસમાં અન્ય કચ્છ જિલ્લાના 27 જેટલા લોકો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેના પગલે કચ્છ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details