ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોરીની 10 બાઈક સાથે એક આરોપી ઝડપાયો - Bike theft

ગાંધીધામ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી બાઈક ચોરીના બનાવ વધારે બનતા હોવાથી પોલીસે બાતમીના આધારે રેડ કરીને એક આરોપીને પકડી પાડયો હતો.

ચોરીની 10 બાઈક સાથે એક આરોપી ઝડપાયોચોરીની 10 બાઈક સાથે એક આરોપી ઝડપાયો
ચોરીની 10 બાઈક સાથે એક આરોપી ઝડપાયો

By

Published : Jun 6, 2021, 1:27 PM IST

  • બાઈક ચોરી કરતો ચોર ઝડપાયો
  • પોલીસે કુલ 3.80 લાખની કિંમતની 10 બાઈક કબજે કરી
  • આરોપીની ધરપકડ સાથે 7 વણશોધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો

કચ્છઃ પ્રાથમિક માહિતી મુજબ છેલ્લાં ઘણા સમયથી ગાંધીધામ વિસ્તારમાં બાઈક ચોરીના બનાવ બનતા હતાં આથી આ બનાવીને ધ્યાનમાં લઈ પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના મુજબ આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જેમાં મળેલી બાતમીના આધારે પોલીસે મહેશ ઉર્ફે આરોપી વાઘેલાને ચોરીની 10 બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃરાજકોટમાં અલગ અલગ 5 જેટલા બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ

પોલીસે કુલ 3.80 લાખની કિંમતની 10 બાઈક કબજે કરી

પોલીસ દ્વારા આરોપી પાસેથી ગાંધીધામ શહેર વિસ્તારમાંથી ચોરી કરી જવાહરનગરસીમમાં બાવળની ઝાડીમાં સંતાળેલા 3.80 લાખની કુલ 10 બાઈક કબજે કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પોરબંદર LCBએ બાઇક ચોરી કરતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા

હેન્ડલ લોક વગરની બાઈક ડાયરેક્ટ ચાલું કરી ચોરી કરતો

આરોપી દ્વારા હેન્ડલ લોક ન કરેલા બાઈકોની રેકી કરી હેન્ડલ લોક વગરની બાઈક ડાયરેક્ટ કેબલ દ્વારા ચાલું કરી ચોરી કરવામાં આવતી હતી. આ આરોપીની ધરપકડ સાથે પોલીસે વણશોધાયેલા 7 ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details