ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં અપર એર સાયક્લોનિક સક્રિય, વરસાદી માહોલ યથાવત - ભુજ

કચ્છઃ જિલ્લા પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર તળે વરસાદી વાતાવરણ જામેલું છે અને કચ્છના વિવિધ ગામો અને શહેરો પર મેઘરાજાની કૃપા અનરાધાર વરસી રહી છે. જેને લઇને ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. માંડવી, મુંન્દ્રા અને ભુજ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંઘાયો છે. જેને લઇને જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેથી ખેડૂતોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. આંકડાકીય માહિતી પ્રમાણે સૌથી ઓછો વરસાદ મુંદ્રામાં અને સૌથી વધુ વરસાદ અબડાસા તાલુકામાં નોંધાયો છે.

કચ્છમાં ફરી એકવાર મેઘરાજાનું થયું આગમન

By

Published : Sep 4, 2019, 6:54 PM IST

Updated : Sep 4, 2019, 8:13 PM IST

બુધવાર સવારથી કચ્છના માંડવી મુંન્દ્રા સહિત ભુજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વિવિધ તળાવ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. સત્તાવાર આંકડાઓ મુજબ, અંજારમાં 10 mm, ભુજમાં 5 mm અને માંડવીમાં 17 mm વરસાદ નોંધાયો છે .

કચ્છમાં ફરી એકવાર મેઘરાજાનું થયું આગમન

ભુજ હવામાન કચેરીના અધિકારી રાકેશકુમારના જણાવ્યાં મુજબ, "અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. જેને પગલે આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છમાં મેઘરાજાની કૃપાથી જિલ્લાનો સરેરાશ વરસાદ 121 ટકાને પાર કરી ગયો છે. જેથી ત્રણ વર્ષ સુધી દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ સહન કરનારા કચ્છમાં મેઘરાજાની કૃપાથી અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વર્ષ 2020ના આંકડા અનુસાર કચ્છના તમામ તાલુકામાં કુલ 401 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધી 476 mm વરસાદ એટલે કે, 121 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કચ્છના અબડાસા તાલુકામાં 668 અંજાર તાલુકામાં 434 mm, ભચાઉ તાલુકામાં 498 mm, ભુજમાં 439 mm, લખપતમાં 502 mm, માંડવીમાં 489 mm, નખત્રાણામાં 605 mm, રાપરમાં 584 mm , ગાંધીધામમાં 396 mm અને મુંન્દ્રામાં 319 mm વરસાદ નોંધાયો છે.

Last Updated : Sep 4, 2019, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details