કચ્છ : ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) નિમિત્તે વિશ્વના 193 દેશો સાથે વિવિધ સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ભુજ ખાતે ઉમેદ ભુવન અતિથિગૃહમાં યોગનો પ્રાયોગીક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહર્ષિ પતંજલિ કૃત યોગસૂત્રમાં વિભૂતિપાદમાં વર્ણિત સિદ્ધિઓનું ડેમો બતાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિખિલ મહેશ્વરી નામના યુવાન દ્વારા પોતાની છાતી પરથી ફોર વ્હીલર ચલાવવામાં આવી હતી અને 200 ML જંતુનાશક ઝેર પીવાની વાત સામે આવી હતી.
યોગ શક્તિનું પ્રદર્શન -ભુજના નિખિલ મહેશ્વરીએ તેમની અનન્ય યોગ શક્તિનું (Yoga Day in Bhuj) પ્રદર્શન કર્યું હતું. નિખિલ મહેશ્વરીએ તેની છાતી ઉપરથી જીપ પસાર કરી હતી અને પોતાને કોઈપણ ઇજા પહોંચાડ્યા વિના ઝેર ખાઈ લીધું હતું. યોગ રસિકો સમક્ષ તેની સુપર યોગિક સિદ્ધિઓ દર્શાવતા, ભુજના પચાસ વર્ષીય નિખિલ મહેશ્વરીએ તેના શરીર પર ફોર વ્હીલર દોડાવીને યોગ (Yoga Program in Bhuj) શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત કીટનાશક ઝેર પીધું હતું. આ કીટનાશક ઝેર તેઓ 45 મિનિટ સુધી પોતાના પેટની અંદર રાખશે અને ત્યારબાદ તેને બહાર કાઢી નાખે છે.
મઠમાં પ્રવેશ મેળવનાર એકમાત્ર બિન લામા - ઉલ્લેખનીય છે કે, નિખિલ મહેશ્વરીએ એનેસ્થેસિયા વિના પેટ અને કોણીની બે શસ્ત્રક્રિયા કરવી છે. આ ઉપરાંત કોઈપણ તબીબી સારવાર વિના પોતાના બ્લડ કેન્સરનો ઈલાજ અને આ વર્ષે જાન્યુઆરીની ઠંડીમાં રાત્રે માઈનસ 8 ડિગ્રી તાપમાનમાં 8000 ફીટ પર હિમાલયના શિખર પર ધ્યાન પણ કર્યું છે. છાતી ઉપર વાહન ચલાવવાનું કામ તેમણે એમએસમાં અભ્યાસ કરતી વખતે પહેલી વાર કર્યું હતું. જ્યારે તેઓ ઈન્ડો- ચાઇના બોર્ડર પરના બૌદ્ધ મઠોમાં અવાર નવાર મુલાકાત લેતા હતા. જ્યાં તેમણે સ્વ-સુધારણા અને પ્રાચીન યોગશાસ્ત્રનેમજબૂત કરવાનું શીખ્યા હતા. કાઝા ખાતેના અગ્રણી કી મઠમાં પ્રવેશ મેળવનાર તેઓ એકમાત્ર બિન-લામા હતા.