- કોરોના નવા વેરિયન્ટના ખતરાના લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક
- વિદેશથી આવતા તમામ લોકો ઉપર આરોગ્ય વિભાગ રાખશે નજર
- આરોગ્ય વિભાગ વિદેશથી આવેલા તમામ લોકોના આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરશે
કચ્છ: કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખી આરોગ્ય તંત્ર (Omicron Variant alert in kutch) અલર્ટ થયું છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના દેશોમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમીક્રોનની (Corona New Variant Omicron) અસર જોવા મળી રહી છે. જેને પગલે વિશ્વના દેશો દ્વારા પ્રતિબિંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની સાથે કચ્છ જિલ્લા તંત્ર પણ નવા વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ ગયું છે.
આગામી સમયમાં દરરોજ 3000 RTPCR ટેસ્ટ કરવામાં આવશે: જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) ભવ્ય વર્માએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, કચ્છમાં કોરોનાના RTPCR ટેસ્ટ વધારવામાં આવશે. હાલમાં દરરોજ 2000 ટેસ્ટ કરવામાં આવે છે. જે વધારીને 2 થી 3 દિવસમાં દૈનિક 3000 કરવામાં આવશે. ભુજ જિલ્લામાં જી.કે.જનરલ હોસ્પિટલ (Report In GK General Hospital Bhuj) અને આદિપુરમાં રામબાગ હોસ્પિટલમાં (Report Rambagh Hospital Adipur) RTPCR ટેસ્ટ થતા હોવાનું જણાવી 24 કલાકમાં રિપોર્ટ આવી જશે તેવું જણાવ્યું હતું.