ગાંધીધામ: પ્રધાન વાસણભાઈ આહીરે ગાંધીધામ શહેર સંકુલ, દીનદયાળ મહાબંદર, ડીપીટી પ્રશાસનિક ભવન વગેરેની મુલાકાત કરી હતી. ગાંધીધામ ખાતે ટાગોર રોડ ઉપર બનેલા વિવિધ પોઈન્ટ ઉપર ઊભા રહીને તેમણે પોલીસ જવાનો, અધિકારીઓ સાથે લોકડાઉન સંદર્ભે ચર્ચા કરી હતી. કોરોના વાઈરસ સંદર્ભે ખડેપગે થયેલાં આરોગ્ય તંત્ર, મહેસૂલ તંત્ર, પોલીસ કર્મચારીઓ વગેરેને મળીને તેમને બિરદાવ્યા હતા.
કચ્છમાં લોકડાઉન: તંત્રની કામગીરીનું નિરક્ષણ કરતા રાજયપ્રધાન વાસણભાઈ આહીર
ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રધાન અને અંજાર વિભાગના ધારાસભ્ય વાસણભાઈ આહીરે ગાંધીધામ, કંડલા સંકુલમાં વિવિધ કામગીરીનું નિરીક્ષણ અને તેની સમીક્ષા કરી હતી.
vasan
આ ઉપરાંત કેટલીક જરૂરી સૂચના પણ તેમણે આપી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી વી.કે. જોષી, ડીવાયએસપી વાઘેલા, ડીપીટી ખાતે અધ્યક્ષ એસ.કે. મેહતા, સચિવ વેણુગોપાલ, સી.એમ.ઓ. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.