ગુજરાત

gujarat

ETV Bharat / state

"સહી પોષણ- દેશ રોશન"ના લક્ષ્યાંકને મેળવવા ગાંધીધામમાં સુપોષણ ચિંતન સમારોહ યાજાયો - Nutrition

કચ્છ: જિલ્લાના ગાંધીધામ ખાતે 'સહી પોષણ-દેશ રોશન'ના સ્લોગને 2022 સુધીમાં ચરિતાર્થ કરવા સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. સંકલિત બાળ વિકાસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો.

"સહી પોષણ- દેશ રોશન" ના લક્ષ્યાંકને મેળવવા ગાંધીધામમાં યાજાયો સુપોષણ ચિંતન સમારોહ

By

Published : Jul 31, 2019, 9:39 AM IST

સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજય પ્રધાન વાસણ આહિરે જણાવ્યું હતું કે, સામાન્ય માણસ પણ આજે મોબાઇલનો ઉપયોગ કરતો થયો છે. આ સુવિધાને ધ્યાનમાં લઇને આંગણવાડીમાં કામ કરનારી બહેનોને રાજય સરકાર દ્વારા મોબાઇલ એપથી જોડીને બાળકોના પોષણ સ્તરની માહિતી મેળવી શકાય છે. તેમજ સુધારણા અંતર્ગત રેડઝોનમાં આવતા અતિ કુપોષિત અને યલોઝોનમાં આવતા મધ્યમ કુપોષિત બાળકોનું મોનીટરીંગ પણ કરી શકાશે.

બહેનોનું માતા યશોદા એવોર્ડથી કરાયું સન્માન

આ ઉપરાંત અગ્રણીઓના હસ્તે બાળકોના પોષણ સ્તર સુધારણા રજિસ્ટરનું વિમોચન કરાયું હતું. વર્ષ 2018-2019 દરમિયાન આંગણવાડી ક્ષેત્રે સારી કામગીરી કરનારી 18 આંગણવાડી વર્કર અને 15 તેડાગર(હેલ્પર) બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું હતું. સતત સેવારત રહેતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી ગણવેશનું પણ વિતરણ કરાયું હતું.

ભારતને સુપોષિત કરવાની પ્રતિજ્ઞા લેતી મહિલાઓ
ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય કુપોષણ હટાવવાનો છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી રાજય સરકાર તેની ચિંતા કરે છે. આંગણવાડી કાર્યકરોની મહેનતથી છેવાડાના માનવી સુધી આ યોજનાના લાભ પહોંચાડતા હોવાથી કાર્યકરોને પધ્ધતિસર કામ કરવા સાથે કુપોષણ નાબૂદીના રાજય સરકાના જંગમાં ખભે-ખભા મિલાવી કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને સ્વાગત પ્રવચન કરતા સમારોહને અનુલક્ષીને કહ્યું હતું કે, આરોગ્ય, આઇસીડીએસ સહિત તાલુકાના આગેવાન, NGOને સાથે રાખીને સુપોષણ ચિંતન સમારોહ દ્વારા જંગમાં સફળતા હાંસલ કરવા આહ્વવાન કર્યું હતું. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકારે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details