કચ્છના અનેક ગામો NRI વસતી ધરાવે છે. ત્યારે ચૂંટણી સમયે જાગૃત મતદારો દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપવા પહોંચી આવે છે. કરિશ્મા પંડ્યાએ અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકોએ આ મજબૂત લોકશાહી માટે મતદાન કરવું જરૂરી છે.
NRI યુવતી મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચી સ્વદેશ - KTC
કચ્છઃ મંગળવારે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે કચ્છની એક NRI યુવતી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરવા ક્ચ્છ આવી પહોંચી છે. બેલજીયમથી આવેલી આ કચ્છી યુવતી કરિશ્મા પંડ્યાએ લોકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરી હતી.
NRI દંપતિ માત્ર મત આપવા માટે આવ્યા કચ્છ
વધુમાં જણાવ્યું હતું કે, લોકો NOTAનો ઉપયોગ ન કરે. NOTAએ મત આપવો કે ન આપવો એક સમાન વાત છે. થોડા મતો NOTAને મળે તો કોઈ પણ પાર્ટીને નુકસાન કે ફાયદો થતો નથી. જેથી સાચા અર્થમાં જે સરકાર લાવવા માંગતા હોય તે પાર્ટીને મત આપી લોકશાહીમાં પોતાના અધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી.
Last Updated : Apr 22, 2019, 4:38 PM IST