કચ્છકચ્છ જિલ્લાના લોકો માટે આ ખાસ સમાચાર સામે આવી રહ્યાં છે. જિલ્લા મધ્યસ્થ કે તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયામાં ધરણાં, પ્રતીક ધરણા, ભૂખ હડતાળ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ ફરમાવી દેવાઇ છે. ભુજની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વચેટિયા વ્યકિતઓને પ્રવેશવા પર unauthorized middlemen prohibited in government offices, જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી Notification in Kutch પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
કચ્છમાં જાહેરનામું શું આવ્યુંકચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણાં, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા, તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદનની જેમ જ અંજાર ભચાઉ મુન્દ્રા નખત્રાણા અબડાસા નલિયા દયાપર મુન્દ્રા માંડવી ગાંધીધામ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણાં, પ્રતીક ધરણા, ભૂખ હડતાળ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી મનાઇ ફરમાવવામાં આવી છે.
પ્રતિબંધના અમલની મુદત કચ્છ ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મીતેષ પંડયા દ્વારા બહાર પડાયેલા આ જાહેરનામા અન્વયેનો અમલ 2જી સપ્ટેમ્બર સુધીની મુદત સુધીનો રહેશે. ભુજની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વચેટિયા વ્યકિતઓને unauthorized middlemen, પ્રવેશવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની તથા ભારતીય દંડ સહિતા 1860ની કલમો 1860 Indian Penal Code, હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.