Weather Forecast Gujarat: આજે રાજ્યના જિલ્લાઓમાં સામાન્ય તાપમાન નોંધાયું, 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી - Temperature of Gujarat
છેલ્લાં થોડાંક દિવસોથી સમગ્ર રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં (Temperature of Gujarat) ઘટાડો થઈ રહ્યો છે અને ઠંડીનો ચમકારો પણ ઘટી ગયો છે. રાજ્યના જિલ્લાઓમાં આજે ગુરુવારે 12 ડિગ્રીથી 18 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે અને સવારથી જ અમુક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી (Unseasonal rain forecast Gujarat) પણ કરવામાં આવી છે.
Weather Forecast Gujarat:
By
Published : Jan 20, 2022, 11:36 AM IST
કચ્છ: રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal rain forecast Gujarat) વરસી શકે છે, જેથી કરીને 22મી જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે તથા બોટોને દરિયામાંથી પરત બોલાવી લેવા સૂચના અપાઈ છે.
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. આગામી 3 દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. આ દરમિયાન વિષમ હવામાનની (Meteorological Department) વિપરીત અસરને કારણે માવઠું થવાની સંભાવના પણ રહેલી છે. તો આગામી 3 દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે રાજ્યના ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
કચ્છ જિલ્લામાં આગાહી મુજબ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને માવઠાની આગાહી વચ્ચે "માક" આવી હતી. તો પશ્ચિમ કચ્છમાં ગાઢ ધૂમમ્સ છવાઈ હતી. 9 વાગ્યા બાદ સુરજના દર્શન થયા હતા અને સામાન્ય તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 12 ડિગ્રીથી 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના મહાનગર ગાંધીનગર ખાતે 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં ઘટ્યું હતું અને મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય ડિગ્રી નોંધાયું હતું.