કચ્છઃ રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદ પડતા શીત લહેર (Non Seasonal Rain in Gujarat) છવાઈ ગઈ છે. ત્યારે કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન ગગડીને 6.9 ડિગ્રીએ પહોંચી (Cold mercury falls due to unseasonal rains) ગયું છ. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડતા સમગ્ર રાજ્યમાં ઠંડક (In Naliya, Kutch Cold wave) પ્રસરી છે.
આ પણ વાંચો-Unseasonal rains: પોરબંદરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
રાજ્યમાં ઠંડીનું જોર વધશે
બીજી તરફ હવામાન વિભાગે હજી 2 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા (Non Seasonal Rain in Gujarat)વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જાહેર કરાયેલી વિગતો મુજબ, રાજ્યના જિલ્લાઓમાં 6 ડિગ્રીથી 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો અને આજનું લઘુતમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયું (In Naliya, Kutch Cold wave) હતું. તો આજે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યા છે. તો 48 કલાક પછી માવઠાથી રાહત મળશે. તો રાજ્યમાં 9 જાન્યુઆરીથી લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડશે અને રાજ્યમાં ઠંડીનું જોર વધશે