- કચ્છમાં અનુસૂચિત જાતીના લોકો પર થયેલ હુમલો મામલો
- ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ આવ્યો ખુલાસો
- કચ્છમાં દલિતોને કોઈ મુશ્કેલી નથી
- દલિતોને મંદિરમાં જતા કોઈ અટકાવતું નથીનો વિડિઓ આવ્યો સામે
કચ્છ: દલિત સમાજ પર થયેલ હુમલા મુદ્દે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું (Congress leader Jignesh Mewani's statement) કે મંદિર જાહેર સ્થળ છે જેમાં તમામ લોકોને પ્રવેશવાની છૂટ હોય તો ભેદભાવ કેમ? દલિતો સાથે સમગ્ર ગુજરાતમાં ભેદભાવ થઈ રહ્યો છે, તો આના વિરોધમાં આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ 1 તારીખે રા૫૨ના વરણું ગામે દલિતોનો મંદિર પ્રવેશ કરાવવાનો કાર્યક્રમ આપ્યો છે. બીજી તરફ પૂર્વ કચ્છ પોલીસે હુમલામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી લેવા 12 ટીમોની રચના કરી છે.
મંદિરમાં દર્શન કરવાનું મનદુઃખ રાખી હુમલો કરાયોનો આક્ષેપ
ભચાઉના નેર ગામે 18 અને 19 ઓક્ટોબરના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. આ પ્રસંગે ગામના મોટી ઉંમરના દલિત આગેવાન જગાભાઈ હમીરભાઈ વાઘેલા અને તેમનો પરિવાર પણ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. આ બાબતનું મનદુઃખ રાખી ગામના સુથારે 20 લોકોના ટોળાને એકત્ર કરી જગાભાઈ વાઘેલા પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા.
ખેતરમાં નુકસાની કરીને હુમલો કરાયાનો આક્ષેપ
ઉશ્કેરાયેલ ટોળાએ જગાભાઈના પુત્ર ગોવિંદના ખેતરમાં ભેંસોને ચારવા મૂકી દેતા લાખોના પાકમાં નુકસાની થઈ હતી. ત્યાર બાદ બાવળની ઝાડીમાં છૂપાઈ રહેલાં આરોપીઓ ધારિયા, લોખંડના પાઈપ, કુહાડી, લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ આ ટોળું જગભાઈના ઘરે પહોંચ્યું હતું અને જગાભાઈ, તેમના પત્ની અને પુત્ર ભુરાભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
તમામ આરોપી ઝડપાયા બાદ જ સાચું તથ્ય જાણી શકાશે: પૂર્વ કચ્છ એસપી
આ હુમલા અંગે વાતચીત કરતાં પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે જણાવ્યું હતું કે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગોવિંદ અને જગાભાઈ બંનેની ફરિયાદો નોંધી હતી. પોલીસે 20 લોકો સામે દલિત પરિવાર પર હુમલો કરવા બાબતે અલગ અલગ કલમો તળે ફરિયાદો નોંધવામાં આવી છે. આરોપી ભાણજી સુથાર ત્રણ વર્ષ અગાઉ જગાભાઈ સામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયો હતો. તેના મનદુઃખ વચ્ચે તેણે રામ મંદિર પ્રવેશના બહાને આરોપીઓને હુમલો કરવા ઉશ્કેર્યાં હતા, તેમ ફરિયાદીએ જણાવ્યું છે. આ ઉપરાંત તમામ આરોપી પકડાશે ત્યાર બાદ જ સાચું તથ્ય જાણી શકાશે તેવું પણ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે ઉમેર્યું હતું.
ધારાસભ્ય, સાંસદ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ચૂપ: જીગ્નેશ મેવાણી