ગુજરાત

gujarat

By

Published : Dec 28, 2020, 10:06 AM IST

ETV Bharat / state

અંજારના મેઘપર બોરિચી ગ્રામ પંચાયતના નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

અંજાર તાલુકાના મેઘપર બોરીચીના ગ્રામજનો માટે લોકકલ્યાણકારી સુવિધાઓ પૈકી ગ્રામ પંચાયતના રૂ.18.55 લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. કોરોના વાયરસ (કોવડ-19) મહામારી સમયે રાષ્ટ્રીય સેવામાં અમુલ્ય યોગ્દાન આપવા બદલ મેઘપર બોરીચી ગ્રામ પંચાયત દ્વારા કોરોના યોદ્ધાઓને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અંજાર તાલુકા
અંજાર તાલુકા

બોરિચી ગ્રામ પંચાયતના નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

રૂ18.55 લાખના ખર્ચે નિર્માણ 15 નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ કરાયું

કોરોના યોદ્ધાઓનું સન્માન કરાયું



કચ્છ : અંજાર તાલુકાના મેઘપર બોરીચીના ગ્રામજનો માટે લોકકલ્યાણકારી સુવિધાઓ પૈકી ગ્રામ પંચાયતના રૂ.18.55 લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહિરે આ પ્રસંગે જણાવ્યું કે, અંજાર તાલુકામાં 19 નવા પંચાયત ઘરોને સરકારે બનાવવાની મંજૂરી આપી હતી અને તેમાંથી 15 નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ગ્રામ પંચાયતના રૂ.18.55 લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ
સાવધાની અને સાવચેતી રાખવા અનુરોધપંચાયત ઘરને લોકા્રપિત કરતા તેમણે ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકારની પ્રજાલક્ષી લોકકલ્યાણકારી નીતિ અનુસાર મેઘપર બોરીચી ગામમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ પૈકી તાલુકા સ્તરની હોસ્પિટલનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલમાં કોરોના કાળમાં રસી ન આવે ત્યાં સુધી સાવધાની અને સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે અંજાર તાલુકા સંગઠનના શંભુભાઇ આહિરે કચ્છના વિકાસ માટે પ્રાથમિક અને અગત્યની સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું.અંજાર વિધાનસભાના વિકાસમાં અંગે પણ સૌને તેમણે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયતની જમીનના દાતા હરીભાઇ સોની અને વિરમભાઇ બોરીચાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
અંજારના મેઘપર બોરિચી ગ્રામ પંચાયતના નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
દાતોઓ કોરોના યોદ્ધાઓનું સન્માન કરાયુંકોરોના વાયરસ (કોવડ-19) મહામારી સમયે રાષ્ટ્રીય સેવામાં અમુલ્ય યોગ્દાન આપવા બદલ મેઘપર બોરીચી ગ્રામ પંચાયત દ્વારા કોરોના યોદ્ધાઓને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.આ તકે મેઘપર બોરીચી ગ્રામજનો સાથે અંજાર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, તાલુકા પંચાયત કારોબારી માજી ચેરમેન બાબુભાઇ મરંડ, અગ્રણી મશરૂભાઇ રબારી, મેઘપર સરપંચ ભોજુભાઇ બોરિચા, વેલાભાઇ જરુ, ગોપાલભાઇ માતા, કાનજીભાઇ માતા, સહિત ગામના અગ્રણીશ્રીઓ કોવીડ-19ની ગાઇડલાઇન અનુસાર ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details