ગુજરાત

gujarat

New Year Celebration 2022: ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFના જવાનોએ નવા વર્ષને આવકાર્યું

By

Published : Dec 31, 2021, 4:30 PM IST

ભારત પાકિસ્તાનની બોર્ડર પર BSFના જવાનો દેશ ભક્તિ ગીતો ગાઈને 31મી ડિસેમ્બરની ઉજવણી (New Year Celebration 2022 )કરી રહ્યા છે. BSFના જવાનો પોતાના એક કહેવાતા પરિવાર સાથી મિત્રો સાથે બેસીને અહી Bonfireનો આનંદ માણી રહ્યા છે.

New Year Celebration 2022: ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFના જવાનોએ નવા વર્ષને આવકાર્યું
New Year Celebration 2022: ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFના જવાનોએ નવા વર્ષને આવકાર્યું

કચ્છ:પુરો દેશ આજે 31મી ડિસેમ્બર એટલે કે 2021ના છેલ્લા દિવસની પાર્ટીઓ કરીને ઉજવણી કરી રહ્યો છે અને Bye Bye 2021 કહીને Welcome 2022 કરી રહ્યો છે. ક્યાંક પ્રાઇવેટ પાર્ટી (New Year Celebration 2022 ) થઈ રહી છે, તો ક્યાંક હોટલોમાં પણ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણે વાત કરીશું મભોમ માટે પોતના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર રહેતા દેશના જવાનોની કે જેઓ પોતાના પરિવારોની સેંકડો કિલોમીટર દૂર દેશની રક્ષા કરવા માટે પોતાની ફરજ બજાવતા હોય છે. સરહદી જિલ્લા કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલી ભારત પાકિસ્તાનની આતંરરાષ્ટ્રીય બોર્ડર (Indo-Pakistan border ) પર જવાનો પણ પોતાની રીતે ઉજવણી કરીને 2022ને આવકારી રહ્યા છે.

New Year Celebration 2022: ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFના જવાનોએ નવા વર્ષને આવકાર્યું

દેશ ભક્તિ ગીતો ગાઈને 31 ડિસેમ્બરની ઉજવણી

ભારત પાકિસ્તાનની બોર્ડર પર BSFના જવાનો દેશ ભક્તિ ગીતો ગાઈને 31મી ડિસેમ્બરની ઉજવણી કરી રહ્યા છે. BSFના જવાનો પોતાના સાથી મિત્રો સાથે બેસિને અહી Bonfireનો આનંદ માણી રહ્યા છે, ત્યારે Etv Bharat સાથેની વાતચીતમાં BSFના જવાનોએ જણાવ્યું હતું કે, આ વર્ષે પૂરા વિશ્વએ વૈશ્વિક મહામારી કોરોનાનો સામનો કર્યો છે. આ વર્ષે જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે, અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તો 2022 તમામ લોકો માટે સુખાકારી અને મંગલમય બને અને કોરોનાનો નાશ થાય તેવી જ ઈશ્વર પાસે પ્રાર્થના છે.

એક પરિવાર બનીને દરેક તહેવારની ઉજવણી

અન્ય એક BSFના જવાને ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈ પણ તહેવાર હોય ત્યારે ઘરે જવાનું દર વખતે શક્ય નથી હોતું, ત્યારે તહેવારો સમયે ચોક્કસથી પરિવારની યાદ આવતી હોય છે. અમારી સાથે દેશની રક્ષા કરતા સાથી મિત્રો છે તે જ અમારો પરિવાર છે અને અમે દરેક તહેવાર સાથે મળીને જ અહીં બોર્ડર પર ઉજવીએ છીએ.

આ પણ વાંચો:Baba Vanga Prediction: 2022માં એલિયન આક્રમણ અને વાયરસનો ખતરો, બાબા વેંગાની આગાહી

આ પણ વાંચો:Surat Child died: ધાબા ઉપર પતંગ ચગાવવા જતાં બાળક પાંચમાં માળેથી પટકાતાં મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details