ગુજરાત

gujarat

By

Published : Sep 16, 2020, 6:51 AM IST

ETV Bharat / state

કંડલામાં વધુ કોવિડ-19 હોસ્પિટલ શરૂ, અંજારમાં પૂર્વ કચ્છનો અલગ કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે

કચ્છ જિલ્લામાં કોરોના મહામારીના વધતા સંક્રમણ વચ્ચે મંગળવારે ગાંધીધામ ખાતે ન્યુ હરિઓમ કોવીડ-19 હોસ્પિટલનો ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને ગાંધીધામ ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીએ પ્રારભ કરાવ્યો હતો. આ સમયે રાજયના આરોગ્ય કમિશ્નર  જયપ્રકાશ શિવહરે, કચ્છ કોવીડ-19ના પ્રભારી  રાજકુમાર બેનિવાલ ઉપસ્થિતિ રહ્યા હતા.

કોવિડ-19 હોસ્પિટલ
કોવિડ-19 હોસ્પિટલ


ભુજ : જિલ્લાના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સ્ટર્લિગ હોસ્પિટલની બેડ ક્ષમતા વધારીને 60 જેટલી કરવામાં આવશે. હાલ ગાંધીધામ અને અંજાર ખાતે 19 બેડની રામબાગ હોસ્પિટલ, 55 બેડની હરિઓમ હોસ્પિટલ, 20 બેડવાળી રેફરલ હોસ્પિટલ અંજાર એમ ત્રણ હોસ્પિટલ કાર્યરત છે. તેમજ 35 બેડવાળી સ્ટર્લિગ હોસ્પિટલમાં કોરોના સબંધિત સુવિધા આપવામાં આવી છે.

કોવિડ-19 હોસ્પિટલ
કોવિડ-19 હોસ્પિટલ
આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અને સાવધાનીના પગલાંરૂપે કચ્છના ગાંધીધામ ખાતે અન્ય ત્રણ નવી હોસ્પિટલ ન્યુ હરીઓમ 34 બેડ, સેટ જોસેફ હોસ્પિટલ 40 બેડ અને ડીપીટી ગોપાલપુરી હોસ્પિટલ 52 બેડવાળી આમ ત્રણ નવી ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ કાર્યરત થશે. આ તકે IMA ના સેવા માટે રોકાયેલા તબીબો સાથે ઉપલબ્ધ સુવિધાઓ, પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે બેઠક કરી હતી. કોરોનાને હરાવવા યોદ્ધા બની તબીબી સ્ટાફ અન્ય સહયોગી ટીમે તમામ તૈયારી કરી યુદ્ધના ધોરણે કોરાનાને હરાવવાનો છે તેમ જણાવ્યું હતું. બેઠકમાં રાજકુમાર બેનિવાલે પણ જિલ્લાની સુવિધા અને સમસ્યાઓ બાબતે સ્વનિર્ણય કરીને જિલ્લામાં કોવીડ-19ને હરાવવા વહીવટી અને આરોગ્ય ટીમના સંકલનઅને સાવધાનીપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું.
કોવિડ-19 હોસ્પિટલ
કલેકટર પ્રવિણા ડી.કે. જણાવ્યું હતું કે, જિલ્લામાં દરેક કોવિડ હોસ્પિટલોમાં નોડલ ઓફિસર અને હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. દાખલ થનારા દર્દીઓની સગાવ્હાલાઓનું કાઉસીલીંગ દર્દીઓના ફીડબેક અને વ્યવસ્થાની સમીક્ષા સુનિશ્ચિત થઇ શકશે.તમામ કોવિડ હોસ્પિટલોની વિગતો એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તેમજ કેન્દ્રિય સુપરવિઝન થઇ શકે તે માટે એસ.ડી.એમ. ઓફિસ અંજાર ખાતે કન્ટ્રોલરૂમ સેટઅપ ગોઠવવામાં આવશે એમ પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશી દ્વારા જણાવ્યું હતું.
કોવિડ-19 હોસ્પિટલ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર અને સિવિલ સર્જન ડો.કશ્પય બુચે આ તકે તબીબો-હોસ્પિટલ અને કામગીરીની વિગતો અને ભવિષ્યની સુવિધા બાબતે જણાવ્યું હતું. જી.કે.જનરલ હોસ્પિટલ અને IMA ના તબીબોએ આ તકે ઉપસ્થિત સમક્ષ પોતાના પ્રશ્નો રજૂઆતો અને લેવાના પગલા બાબતે છણાવટ કરી હતી. આ પ્રસંગે ગાંધીધામમાં 104 રિસ્પોન્સ ટીમની ચાર વાન ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અર્પણ કરવામાં આવી હતી જેનું ઉપસ્થિત મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ કાનજીભાઇ ભર્યા, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના અનિલકુમાર રંજન, મીઠા ઉધોગના તેજાભાઇ આહિર, ગોવિંદ મહેશ્વરી નગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details