કચ્છ:BSF ગુજરાત ફ્રન્ટિયરના આઇજી અભિષેક પાઠકે ચાર્જ સંભાળ્યા બાદ થોડા દિવસોમાં જ કચ્છ સરહદની મુલાકાતે આવ્યાં. કચ્છના સરહદી ક્રીક વિસ્તાર અને હરામી નાળાની પ્રથમ વખત તેમણે મુલાકાત લીધી હતી, તો વર્તમાન સુરક્ષા, વર્તમાન ઓપરેશનલ અને વહીવટી તૈયારીઓ અને કચ્છ સરહદે આવી રહેલા વિવિધ સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી.
BSF ગુજરાત ફ્રન્ટિયરના આઇજી અભિષેક પાઠક કચ્છ સરહદની મુલાકાતે કચ્છના બોર્ડરની મુલાકાત: ગુજરાતના નવ નિયુક્ત સુરક્ષા અધિકારીઓ સંવેદનશીલ અને સરહદી જિલ્લા કચ્છના બોર્ડરની મુલાકાતને પ્રાધાન્ય આપતા હોય છે. ત્યારે અભિષેક પાઠક, BSF, ઈન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગુજરાત ફ્રન્ટિયરે 7મી નવેમ્બરથી 09 નવેમ્બર સુધી ભુજ સેક્ટરના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. અભિષેક પાઠકે ઇન્સ્પેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયરનો ચાર્જ સંભાળ્યા બાદ પશ્ચિમી દરિયાઇ સરહદના ખાડી વિસ્તાર અને હરામીનાળાની મુલાકાત લીધી હતી. આ તેમની કચ્છની સરહદની પ્રથમ વાર મુલાકાત હતી.
BSF ગુજરાત ફ્રન્ટિયરના આઇજી અભિષેક પાઠક કચ્છ સરહદની મુલાકાતે સરહદ પર સમીક્ષા: આઇજી અભિષેક પાઠકે ભુજ સેક્ટરની તેમની 03 દિવસની મુલાકાત દરમિયાન વર્તમાન સુરક્ષા,હાલની ઓપરેશનલ અને વહીવટી તૈયારીઓ અને કચ્છ સરહદ પર સામે આવતા વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી. આઇજી દ્વારા હાલના સુરક્ષા માળખા અને તેના મજબૂતીકરણની સમીક્ષા કરવા બોર્ડર સિક્યુરિટી ફોર્સના ફિલ્ડ કમાન્ડરો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અન્ય સ્થાનિક આગેવાનો સાથે મળીને ચર્ચા પણ કરી હતી.
જવાનોની કરી પ્રશંસા: આ ઉપરાંત અભિષેક પાઠકે વિવિધ સરહદી ચોકીઓ પર તૈનાત સરહદ રક્ષકોને સંબોધતા મુશ્કેલ અને પડકારજનક સંજોગોમાં સંપૂર્ણ સમર્પણ સાથે તેમની ફરજો બજાવવા અને આપણા દેશની સરહદોની સુરક્ષા કરવા બદલ સુરક્ષા જવાનોની પ્રસંશા કરી, અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત બી.એસ.એફના અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાના 3 દિવસમાં જ અભિષેક પાઠકની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ રહી છે, એક તરફ તહેવારો સમયે બી.એસ.એફ સહિતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર હોય છે, તે વચ્ચે દિવાળી તહેવાર પહેલા બી.એસ.એફના ઉચ્ચ અધિકારીની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.
- Bhuj Air Connectivity : ભુજને મળશે ઇન્ડિગો એરલાઇન્સની નવી 2 ફ્લાઈટ, પ્રવાસીઓને મુંબઈ અને દિલ્હી પ્રવાસ માટે સુવિધા
- Kutch News: 300 વર્ષ પુરાણી ચાંદી નક્શીકામની કચ્છી કળાનું ભવિષ્ય ધૂંધળું, માત્ર 7થી 8 જ કારીગર બચ્યા