ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના દરિયાઈ વિસ્તારોમાં અગમચેતીના પગલે NDRFની ટીમો કાર્યરત - syclone

કચ્છ: જિલ્લામાં વાયુ વાવાઝોડાની સંભાવનાને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સતત ખડેપગે સાવચેતી અને અગમચેતીના કામે લાગ્યું છે. ત્યારે કચ્છના લખપત, અબડાસા સહિતના દરિયાઈ વિસ્તારોમાં NDRFની ટીમો ખડકી દેવામાં આવ્યું છે. લોકોનું  સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કચ્છમાં 7000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તે સાથે ગુજરાતના સૌથી મોટા બંદર એવા જખૌને ખાલી કરાવી દેવાયું છે.  જ્યારે  અબડાસાના 13 ગામના 2000 લોકોનુ સ્થળાતંર શરૂ કરી દેવામાં આવ્યું છે.

કચ્છના દરિયાઈ વિસ્તારોમાં અગમચેતીના પગલે NDRFની ટીમો કાર્યરત

By

Published : Jun 12, 2019, 7:06 PM IST

જેમ-જેમ વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ વહીવટી તંત્ર પણ લોકોને સલામતી અને સુરક્ષા માટે વધુ ઝડપી કામ કરી રહી છે. આજે સવારથી જ કડંલા, ભચાઉ, ગાંધીધામ અને અબડાસા સહિતના વિસ્તારોમાં વહીવટી તંત્રએ વાવાઝોડામાં પ્રભાવિત થાય તેવા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત શરૂ કરી હતી. જેમાં અબડાસાના છછી ગામની સાથે 3 અલગ-અલગ ટીમ બનાવીને 13 ગામોમાંથી 2000 લોકોનું સ્થળાતંર વહીવટી તંત્રે શરૂ કર્યુ છે.

કચ્છના દરિયાઈ વિસ્તારોમાં અગમચેતીના પગલે NDRFની ટીમો કાર્યરત

છછી ગામના લોકો સાથે વહીવટી તંત્રએ બેઠક યોજવા સાથે સ્થિતીની સમિક્ષા કરી હતી. તો NDRF પોલીસ તથા મહત્વના અધિકારીઓની ટીમે લોકો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવા સાથે લોકોને સલામત ખસી જવાની અપીલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details