ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ સહજાનંદ કોલેજ મામલે NCWએ આરોપીઓ સામે કડક પગલા ભરવા કરી માગ - રાષ્ટ્રીય મહિલા આયોગ

NCW સભ્ય રાજૂલા દેસાઈએ કચ્છ બોર્ડર રેન્જ ડીઆઈજી અને ભૂજ પોલિસ નાયબ વડા સાથે યોજેલી બેઠકમાં સ્પષ્ટપણે આરોપીઓ સામે જરુરી પુરાવા એકઠાં કરી તાત્કાલિક ધરપકડ કરવા આગ્રહ કર્યો હતો. ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓના માસિકધર્મ ચકાસવા મામલે ભારે હોબાળો મચ્યો છે અને તેની વિવિધ સ્તરે કાર્યવાહી ચાલી રહી છે જે સંદર્ભે મહિલા આયોગે મુલાકાત લીધી હતી.

સહજાનંદ કોલેજ મામલે NCWએ આરોપીઓ સામે કડક પગલા ભરવા કરી માગ
સહજાનંદ કોલેજ મામલે NCWએ આરોપીઓ સામે કડક પગલા ભરવા કરી માગ

By

Published : Feb 17, 2020, 3:39 PM IST

ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે થયેલી માસિકધર્મની તપાસ મામલેે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલા દેસાઈએ આજે કચ્છ બોર્ડર રેન્જના ડીઆઇજી સુભાષ ત્રિવેદી અને ભૂજના નાયબ પોલીસ વડા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આયોગે સ્પષ્ટપણે આરોપીઓ સામે કડક પગલાં ભરવા અને જરૂરી પુરતા પુરાવાઓ એકત્ર કરી અને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની સૂચન કર્યું હતું. સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ટીમ સમક્ષ તમામ વિગતો રજૂ કરાઈ હતી જેને ટીમે સંતોષપૂર્ણ સ્વીકાર કર્યો છે. તેઓના સૂચન અને માર્ગદર્શન સાથે વધુ કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે.

સહજાનંદ કોલેજ મામલે NCWએ આરોપીઓ સામે કડક પગલા ભરવા કરી માગ
આ તકે ડોક્ટર રાજુલા દેસાઇએ જણાવ્યું હતું કે પોલીસ પાસેથી સંપૂર્ણ વિગતો મેળવાઈ છે અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે ખાસ કરીને આરોપીઓની ધરપકડ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને પોલીસની કાર્યવાહી યોગ્ય રીતે આગળ વધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details